New Delhi,તા.06
દેશના કોર્પોરેટ જગતને સાંકળતી એક કાનુની લડાઈમાં સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપની તરફેણમાં ચુકાદો આપ્યો છે. અદાણી ગ્રુપની જયપ્રકાશ એસોસીએટસની રૂા.14535 કરોડની બોલી પર `સ્ટે’ આપવા સર્વોચ્ચ અદાલતે ઈન્કાર કર્યો છે.
આ બોલી સામે વેદાંતા ગ્રુપે વાંધો ઉઠાવ્યો હતો. અગાઉ નેશનલ કંપની લો અપેલેટ ટ્રીબ્યુનલ દ્વારા પણ અદાણી ગ્રુપની બોલી પર સ્ટે કરવાનો ઈન્કાર કર્યો હતો. જેની સામે વેદાંતા એ સુપ્રીમમાં અરજી કરી હતી. ફડચામાં ગયેલી જયપ્રકાશ એસો.ના દેવા ચુકવવા માટે તે વેચવા માટે બીડ જાહેર થઈ છે.

