પોલીસે ઢોંગી બાબા અને તેના શિષ્ય સહિત ૫ સામે FIR નોંધીને બાબા અને તેના મુખ્ય શિષ્ય દીપકની ધરપકડ કરી
Lucknow,તા.૧૯
ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાંથી અંધશ્રદ્ધાના નામે મહિલાઓનું શોષણ કરતા એક ઢોંગી બાબાનો પર્દાફાશ થયો છે. કાનપુર દેહાતના હરિધામ સરકાર આશ્રમના સંચાલક હરિઓમ યાદવ ઉર્ફે ‘બોટલ બાબા’ પર એક મહિલાએ છેડતી અને બળાત્કારના પ્રયાસનો ગંભીર આક્ષેપ કર્યો છે. ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે પોલીસે ઢોંગી બાબા અને તેના શિષ્ય સહિત ૫ નામજદ લોકો સામે હ્લૈંઇ નોંધીને બાબા અને તેના મુખ્ય શિષ્ય દીપકની ધરપકડ કરી લીધી છે.
પીડિત મહિલાના જણાવ્યા મુજબ, તેના સસરા અને દિયરે ગત ૬ંર ત્નેહી ના રોજ બાબાને ઘરે પૂજા માટે બોલાવ્યા હતા. ત્યાં બાબાએ દાવો કર્યો કે મહિલા પર ‘કાળી શક્તિઓનો સાયો’ છે, જેને દૂર કરવા માટે ૪૦,૦૦૦ રૂપિયા પડાવી લીધા અને ૧૫ંર ત્નેહી ના રોજ આશ્રમ બોલાવી. ૧૫ંર ત્નેહી ના રોજ જ્યારે મહિલા આશ્રમ પહોંચી, ત્યારે બાબા તેને વિશેષ વિધિના બહાને એક રૂમમાં લઈ ગયો અને અશ્લીલ હરકતો કરીને રેપનો પ્રયાસ કર્યો. મહિલાએ વિરોધ કરતાં બાબા, તેના દિયર અને શિષ્યોએ મહિલા સાથે મારપીટ કરી ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઢોંગી બાબા ૪ વીઘાના આશ્રમમાં પોતાનો દરબાર ભરે છે. ત્યાં ૨૦ રૂપિયાની પાણીની બોટલ ખરીદ્યા પછી જ એન્ટ્રી મળે છે. બાબા આ પાણીની બોટલમાં ફૂંક મારીને કેન્સર જેવી બીમારીઓ મટાડવાનો અને કોરડા મારીને ભૂત ભગાડવાનો ખોટો દાવો કરતો હતો. હાલમાં પોલીસે બંને મુખ્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

