New Delhi,તા.08
સમીર રિઝવીના શ્રેષ્ઠ ફોર્મના કારણે વિજયના રથ પર સવાર થઈ, દિલ્હી કેપિટલ્સ આજે ગુજરાત ટાઇટન્સ સામે રમશે. ત્યારે આ સિઝનમાં જીતની હેટ્રિક હાંસલ કરનારી પ્રથમ ટીમ બનવાનું લક્ષ્ય રાખશે. બીજી તરફ, ગુજરાત થી આવેલ મહેમાન ટીમ તેની પહેલી જીત માટે રમશે.
દિલ્હી અને ગુજરાતના અત્યાર સુધીના અભિયાનમાં મિડલ ઓર્ડર ની ભૂમિકા મહત્વની રહી છે. દિલ્હીએ મિડલ ઓર્ડરએ જવાબદારીપૂર્વક બેટિંગ કરી છે, પરંતુ ગુજરાતનો મિડલ ઓર્ડર ડગમગતો દેખાઈ રહ્યો છે.
લખનૌ સુપરજાયન્ટ્સ સામે 142 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીએ 26 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. મુંબઈ સામે, દિલ્હીએ 7 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આ બંને પરિસિ્થતિઓમાં દિલ્હી જીતવામાં સફળ રહ્યું. દરમિયાન, ગુજરાત ટાઇટન્સે તેમની પ્રથમ બે મેચમાં સારી શરૂઆત કરી હતી, પરંતુ હાર મળી.
ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ પાછલી મેચમાં રમ્યો ન હતો. તે ફીટ ન હોવાથી રમ્યો ન હતો.જોકે, મંગળવારે સાઈ સુદર્શને પુષ્ટિ આપી હતી કે ગિલ હવે ફિટ છે અને રમવા માટે તૈયાર છે. તે ટોચના ક્રમમાં કુમાર કુશાગ્રનું સ્થાન લે તેવી શક્યતા છે. ટીમ મિડલ ઓર્ડરને મજબૂત બનાવવા માટે જેસન હોલ્ડરને રમાડવાનું પણ વિચારી શકે છે.
રાહુલે આ સિઝનમાં અત્યાર સુધીમાં ફક્ત એક જ રન બનાવ્યો છે, પરંતુ તે આ મેચમાં મોટો સ્કોર કરવાની આશા રાખશે. તે મોહમ્મદ સિરાજનો સામનો કરવા માટે ઉત્સુક રહેશે, જેમની સામે તેનો ઉત્તમ રેકોર્ડ છે.
તેણે સિરાજ સામે નવ ઇનિંગ્સમાં 79 બોલમાં 135 રન બનાવ્યા છે અને ફક્ત એક જ વાર આઉટ થયો છે. જોકે, ગુજરાત તેની સામે કાગીસો રબાડાનો ઉપયોગ કરી શકે છે, જેણે 12 ઇનિંગ્સમાં રાહુલને ત્રણ વખત આઉટ કર્યો છે.

