Jammu and Kashmir તા.9
જમ્મુ કાશ્મીરના કુપવાડા જીલ્લામાં બસ સ્ટેન્ડમાં ગઈકાલે રાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં 7 બસો બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ જમ્મુ કાશ્મીર જીલ્લાના મેઈન બસ સ્ટેન્ડ પર ગઈકાલે રાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. 6 બસો પૂરેપુરી આગની લપટોમાં ઘેરાઈ ગઈ હતી.
બાદમાં આગ બુઝાવવાનું કામ તરત શરૂ કરી દેવાયું હતું અને અનેક કલાકોની કોશીષ બાદ સફળતાથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગના આ બનાવમાં કુલ 7 બસો ક્ષતિગ્રસ્ત બની હતી. આ બનાવમાં જાનહાની કે કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. આગના કારરની હાલ તપાસ હાથ ધરાઈ છે.

