ફિલ્મ રાજ મહેતા ડિરેક્ટ કરી રહ્યા છે અને તેમાં ટાઇગર શ્રોફ, જાન્હવી કપૂર અને લક્ષ્ય લીડ રોલમાં જોવા મળશે
Mumbai, તા.૧૦
કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ દ્વારા તેમની અવનારી ફિલ્મ ‘લગ જા ગલે’ની રિલીઝ ડેટ ઓફિશીયલી જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ રાજ મહેતા ડિરેક્ટ કરી રહ્યા છે અને તેમાં ટાઇગર શ્રોફ, જાન્હવી કપૂર અને લક્ષ્ય લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ૧૪ મે, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે. ૨૦૨૭ના વર્ષની ધર્માની ફિલ્મોમાંની આ એક મોટી થિએટર રિલીઝ હશે. આ ફિલ્મનો વિષય કે વાર્તા હજુ સુધી જાહેર થયા નથી. આ ફિલ્મમાં ટાઇગર અને લક્ષ્ય બંને હોવાથી ફિલ્મમાં ભરપુર એક્શન સાથે મનોરંજન હશે એવી અપેક્ષા છે. ધર્મા પ્રોડક્શન માટે રાજ મહેતાએ આ પહેલાં ગૂડ ન્યુઝ, જુગ જુગ જીયો અને સેલ્ફી જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે.આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને લક્ષ્ય વચ્ચે એક ડાન્સની ટક્કર પણ જોવા મળશે. આ અંગેના અહેવાલો મુજબ આ ગીત માટે મુંબઇની મુકેશ મિલ્સમાં ડસેમ્બર ૨૦૨૫માં એક શૂટ થયું હતું, જે ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યું છે તેમાં લગભગ ૧૦૦ ડાન્સર્ટનું વિશાળ ક્રૂ જોવા મળશે.એવા પણ અહેવાલો છે કે આ ગીતમાં બંને એક્ટર્સની અલગ અલગ ડાન્સ સ્ટાઇલની ટક્કર જોવા મળશે. ટાઇગરનો ડાન્સ તો તેની બધી ફિલ્મોમાં વખણાયો છે, આ ગીતમાં તે એનર્જેટિક એથ્લેટિક એનર્જી સાથેનાં ડાન્સમાં જોવા મળશે અને લક્ષ્યનો ડાન્સ ફ્લુઇડ અને એફર્ટલેસ હશે. આ ગીત ફિલ્મ માટે મહત્વનું હશે.
Trending
- પંડિત નેહરુએ આ દેશને વિકસાવવા માટે કામ કર્યું, જે આજે આખો દેશ જોઈ રહ્યો છે,Sanjay Raut
- Gandhinagar: પાક સુરક્ષા હેતુએ ખેતી કરેલ તાર ફેન્સિંગ બનાવવાની યોજનામાં મહત્વનો સુધારો કરાયો
- સોનિયા-મમતા બેઠક બાદ, Rahul and Abhishek Banerjee એ મહત્વપૂર્ણ બેઠક કરી
- CBI એે ૫૦૦૦ કરોડના નકલી દવા કૌભાંડ સાથે જોડાયેલા એક મોટા ભ્રષ્ટાચાર નેટવર્કનો પર્દાફાશ કર્યો
- Ahmedabadમાં કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે ચાર યુવાનો સાથે ૯૮.૧૫ લાખની ઠગાઈ
- Anil Ambani ને વચગાળાનું રક્ષણ મળ્યું, બ્લેક મની એક્ટ હેઠળ કાર્યવાહી પર રોક
- Chhota Udepurના ક્વાંટના ખાટિયાવાંટ ગામે બોલાચાલી બાદ ભાઈએ ભાઈની હત્યા કરી
- જો રૂટ નંબર વન સ્થાન ગુમાવ્યું, Shubman Gill આગળ,આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ધરખમ ફેરફાર

