New Delhi તા.15
અત્રે રોહિણી વિસ્તારમાં ઝુંપડીઓમાં મધરાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજયા હતા. મૃતકોમાં પતિ-પત્ની અને તેમની 2 વર્ષની માસૂમ બાળકીનો સમાવેશ થાય છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત અનુસાર આગ લગભગ મધરાત્રે 1-25 વાગ્યે લાગી હતી. ફાયર બ્રિગેડે ઘરના સ્થળે પહોંચીને આજે સવાર સુધીમાં ખુબજ મહેનતથી આગ કાબુમાં લેવાઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં ત્રણ લોકોના મોત થઈ ગયા હતા.
અધિકારીઓના જણાવ્યા મુજબ જે પ્લોટમાં આગ લાગી હતી તે લગભગ 400 વર્ગ ગજનો હતો. જયાં પ્લાસ્ટિકનો ભંગાર જમા હતો અને આસપાસ ઝુંપડીઓ હતી. સાંકડી ગલીઓના કારણે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી શકી ન હતી.
જેથી રાહત કાર્યમાં ઘણી મુશ્કેલી પડી હતી. ફાયરબ્રિગેડે જણાવ્યું હતું કે ઝુંપડીઓ પાસે જમા ભંગારમાં આગ લાગવાથી આ દુર્ઘટના બની હતી. હાલ આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. હાલ આગ કાબુમાં આવી ગઈ છે.

