New Delhi, તા.17
પશ્ચિમ બંગાળમાં યોજાઇ રહેલી ચૂંટણી વચ્ચે આજે વધુ એક વખત મમતા સરકારના ધારાસભ્ય પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. રાજ્યના સીનીયર ધારાસભ્ય દેબાશિષના ઘર અને ઓફિસ પર આવકવેરા વિભાગે સવારથી દરોડાનો દોર શરુ કર્યો હતો.
અગાઉ આ ધારાસભ્ય જમીન ગોટાળા મામલે એનફોર્સમેન્ટ વિભાગના રડાર પર હતા અને અનેક વખત તેમની પુછપરછ પણ થઇ ચૂકી છે. હાલ પશ્ચિમ બંગાળમાં રાશબેહારી સીટ પર તેઓ ઉમેદવાર છે.
આજે દરોડા દરમિયાન તેમના ટેકેદારોએ આવકવેરા વિભાગના અધિકારીઓ સામે દેખાવો કર્યા હતા. બીજી તરફ પંજાબમાં ઇડીએ વહેલી સવારથી રાજ્યના મંત્રી સંજીવ અરોડાના અનેક વિસ્તારો પર દરોડા શરુ કર્યા છે.
ઇડીની ટીમ કેન્દ્રીય દળો સાથે આવી હતી. 2024થી આ મંત્રી ઇડીના નિશાન પર છે અને તેઓએ ઔદ્યોગિક જમીનમાં રહેણાંક પ્રોજેક્ટ બનાવીને મોટું જમીન કૌભાંડ કર્યું હોવાનો આરોપ છે.

