રસિકાએ વધતાં હવા પ્રદૂષણની સમસ્યાને લઈને પર્યાવરણને બચાવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો
Mumbaiતા.૨૨
રસિકા દુગ્ગલ સસ્ટેનેબલ ફેશનને મજબૂત સમર્થન આપે છે અને પ્રદૂષણ સામે જાગૃતિ ફેલાવવા માટે સક્રિય છે. અર્થ ડે નિમિત્તે આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પૃથ્વીને બચાવવી એ હવે કોઈ વિકલ્પ નથી.રસિકાએ કહ્યું, “મને લાગે છે કે કોઈ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પહેલા તેને સ્વીકારવી જરૂરી છે—નીતિ નિર્માણના સ્તરે પણ અને સમાજના સ્તરે પણ. આ કામ જેટલું મુશ્કેલ લાગે છે એટલું નથી. તે એક નાની શરૂઆતથી પણ શરૂ થઈ શકે છે. જેમ કે તમે જે રીલ જુઓ છો અથવા હેડલાઇન વાંચો છો તેમાં થોડું વધુ ઊંડું વિચારવુંપ મારી દ્રષ્ટિએ હવે આ પસંદગી નથી, પરંતુ જવાબદારી છે.” સતત વધતો જાય છે ત્યારે હવા પ્રદુષણ પર ધ્યન આપવા અંગે રસિકાએ જણાવ્યું, “પ્રદૂષણ એક એવી સમસ્યા છે જેને લાંબા સમયથી ઉકેલવાની જરૂર છે. પરંતુ ખાસ કરીને હવા પ્રદૂષણ આજના સમયમાં ખૂબ જ તાત્કાલિક લાગે છે, કારણ કે તે જાહેર આરોગ્ય પર ગંભીર અસર કરે છે, જાનહાનિ સાથે જોડાયેલું છે અને આર્થિક પ્રવૃત્તિઓ માટે પણ ખતરો ઉભો કરે છે.” વ્યક્તિગત જીવનમાં પણ તે ફેરફાર લાવી રહી છે, ખાસ કરીને સસ્ટેનેબલ ફેશન અપનાવીને. રસિકા જણાવે છે, “ફેશનને મોટું પ્રદૂષક માનવામાં આવે છે, તેથી મેં સજાગ રીતે વધુ સસ્ટેનેબલ બ્રાન્ડ્સ પહેરવાનું શરૂ કર્યું. પરંતુ પછી સમજાયું કે ફક્ત ‘સસ્ટેનેબલ’ લેબલ વાંચવું પૂરતું નથી. તેથી મેં સમજવાનું શરૂ કર્યું કે કપડાં કેવી રીતે બનાવવામાં આવે છે અને હું મારા કપડાંનો ઉપયોગ અને જાળવણી વધુ સસ્ટેનેબલ રીતે કેવી રીતે કરી શકું.” ફિલ્મોના પર્યાવરણ પર પ્રભાવ વિશે તે કહે છે, “મને લાગતું નથી કે ફિલ્મોમાં હંમેશા સ્પષ્ટ સંદેશ હોવો જરૂરી છે. એક ફિલ્મમેકર તરીકે તમારી ઇચ્છા હોઈ શકે, પરંતુ દર્શક પોતપોતાની રીતે તેને સમજશે—એજ કળાની સુંદરતા છે.”

