Tehran,તા.24
ઈરાનના નવા સર્વોચ્ચ વડા મોજતબા ખામેનેઈ ઈઝરાયેલના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે અને ખાસ કરીને તેમનો ચહેરો ખૂબ જ દાઝી ગયો છે. તેમના હાથ પર પણ મોટી ઈજા થઈ હતી જેમાં ઓપરેશન થયું છે.
જેમાં રૂઝ આવી રહી છે. તેમના ચહેરામાં ખાસ કરીને હોઠ આસપાસ જે રીતે દાઝી ગયા છે તેની બોલી શકતા નથી અને તેઓને હવે ચહેરાની પ્લાસ્ટીક સર્જરી કરાવવી જરૂરી બનશે.
ઈરાન પરના હુમલાના પ્રારંભમાં આયાતુલ્લા ખામેનેઈ માર્યા ગયા હતા જેનુ સ્થાન તેના પુત્ર મોજતબાએ લીધુ હતું. તેમાં પણ થોડા જ દિવસમાં ઈઝરાયેલ કરેલા ભીષણ બોમ્બમારામાં ઘાયલ થયા છે.

