પૂજાએ એક ફલેટ પોતાના નામે લીધો છે, જ્યારે બીજો ફલેટ પતિ તથા ત્રીજો ફલેટ પિતાના નામે બૂક કરાવ્યો
Mumbai, તા.૨૫
શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ મુંબઇના બાંદરામાં ત્રણ ફલેટ ૩૮.૨૧ કરોડમાં ખરીદ્યા છે. આ બિલ્ડિંગનું બાંધકામ હજુ ચાલી રહ્યું છે. તેને ડિસેમ્બર ૨૦૨૮માં પઝેશન મળી શકે છે. પૂજાએ એક ફલેટ પોતાના નામે લીધો છે. જ્યારે બીજો ફલેટ પતિ તથા ત્રીજો ફલેટ પિતાના નામે બૂક કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે શાહરુખનો મન્નત બંગલો પણ બાંદરા વિસ્તારમાં જ છે. જોકે, શાહરુખે હાલ મન્નતમાં વધુ બે ફલોરનાં એક્ટેન્શનનું કામ શરુ કરાવ્યું હોવાથી તે પરિવાર સાથે પાલી હિલ ભાડે રહેવા ગયો છે.

