Mumbai,તા.૨૫
આઇપીએલ ૨૦૨૬ ની ૩૪મી મેચમાં ગુજરાત ટાઇટન્સને ૫ વિકેટથી હરાવ્યું. આ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં આરસીબીએ એકતરફી જીત નોંધાવી હતી. આરસીબી હવે બેંગલુરુમાં તેના હોમ ગ્રાઉન્ડ પર ૫૦ આઇપીએલ મેચ જીતી ચૂકી છે.આરસીબી આઇપીએલ ઇતિહાસમાં એક જ સ્થળે ૫૦ કે તેથી વધુ મેચ જીતનારી ચોથી ટીમ બની ગઈ છે.આઇપીએલના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચોથી ટીમ છે જેણે એક જ સ્થળે ૫૦ કે તેથી વધુ મેચ જીતી છે.
આઇપીએલમાં એક જ સ્થળે સૌથી વધુ મેચ જીતનાર ટીમો વિશે, મુંબઈ ઇન્ડિયન્સે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ૫૮ મેચ જીતી છે.કેકેઆર એ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ૫૫ મેચ જીતી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ૫૩ મેચ જીતી છે. આરસીબીએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તેની ૫૦મી મેચ જીતી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે અત્યાર સુધી હૈદરાબાદમાં ૪૦ મેચ જીતી છે. હાલમાં આ પાંચ ટીમો એક જ સ્થળે સૌથી વધુ જીતનો રેકોર્ડ ધરાવે છે.
આઇપીએલમાં એક જ સ્થળે ટીમ દ્વારા સૌથી વધુ જીત
૫૮ -એમઆઇ (વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ)
૫૫ – કેકેઆર (ઇડન ગાર્ડન્સ, કોલકાતા)
૫૩ – સીએસકે ( ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ)
૫૦ – આરસીબી (એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ)
૪૦ – એસઆરએચ (ઉપ્પલ સ્ટેડિયમ, હૈદરાબાદ)
આરસીબી અને જીટી વચ્ચેની મેચમાં, ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૨૦૫ રન બનાવ્યા.જીટી માટે સુદર્શને ૫૮ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૫ છગ્ગા ફટકારીને ૧૦૦ રન બનાવ્યા.આરસીબીએ ૧૮.૫ ઓવરમાં ૫ વિકેટે ૨૦૬ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો અને જીત મેળવી.આરસીબી માટે દેવદત્ત પડિકલ અને વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ્સ રમી. વિરાટે ૪૪ બોલમાં ૮ ચોગ્ગા અને ૪ છગ્ગા સહિત ૮૧ રન બનાવ્યા. પડિકલે ૨૭ બોલમાં ૫૫ રન બનાવ્યા, જેમાં ૨ ચોગ્ગા અને ૫ છગ્ગાનો સમાવેશ થાય છે. આ સીઝનમાં ઇઝ્રમ્નો પાંચમો વિજય હતો.

