Mumbai,તા.24
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં CSKએ 103 રનના માર્જિનથી મોટી જીત નોંધાવી હતી. આ મેચ દરમિયાન CSKના બોલિંગ ઓલરાઉન્ડર જેમી ઓવરટન અને મુંબઈ ઈન્ડિયન્સના તિલક વર્મા વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. બંને ખેલાડીઓ એકબીજા સાથે દલીલ કરતા જોવા મળ્યા, આ બંનેના ઝઘડામાં સૂર્યકુમાર યાદવ પણ કૂદી પડ્યો. જોકે, અમ્પાયરે દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો. હવે BCCI તેમને દંડ ફટકારી શકે છે.વાસ્તવમાં આ ઘટના મુંબઈની બેટિંગ ઈનિંગની 10મી ઓવરના છેલ્લા બોલ પર બની હતી. જ્યારે તિલકે ઓવરટનના ધીમો બોલ મિડ-વિકેટ તરફ રમ્યો. ડાબા હાથના આ બેટ્સમેને તરત જ બે રન લેવાનો ઈશારો કર્યો, પરંતુ સૂર્યકુમાર યાદવે ઈનકાર કરી દીધો અને તેણે સિંગલ રનથી જ સંતોષ માનવો પડ્યો.તે જ ક્ષણે મેદાનની વચ્ચે ઓવરટન અને તિલક વચ્ચે ઉગ્ર બોલાચાલી કેમેરામાં કેદ થઈ ગઈ. મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ખેલાડી સૂર્યકુમાર પણ આ મામલામાં વચ્ચે પડ્યો અને તેણે પણ CSKના ફાસ્ટ બોલર સાથે દલીલ કરી. ત્યારબાદ મેદાન પરના અમ્પાયરોએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને પરિસ્થિતિને શાંત કરવા માટે ત્રણેય ખેલાડીઓને અલગ કર્યા.નોન-સ્ટ્રાઈકર એન્ડ પર બોલ પકડતી વખતે તિલક ઓવરટનના રસ્તામાં આવી ગયો હતો તે વાતથી તિલક નાખુશ જણાતો હતો. બેટરની દ્રષ્ટિ અવરોધાઈ ગઈ હતી, જેનાથી તિલક ચિડાઈ ગયો હતો. સ્ટમ્પ માઈક પર તિલક ઓવરટનને કહેતો સંભળાયો કે, ‘મને ફિલ્ડર દેખાઈ નથી રહ્યો.’

