Mumbai,તા.28
દક્ષિણ આફ્રિકાના સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર કેશવ મહારાજને સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝનના બાકીના સમય માટે ન્યૂઝીલેન્ડના મિશેલ સેન્ટનરના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
સેન્ટનર ખભાની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટીમની પાછલી મેચ દરમિયાન તેને આ ઈજા થઈ હતી.
ડાબોડી સ્પિનર મહારાજ તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં જોવા મળ્યો હતો. તેણે 2024માં રાજસ્થાન રોયલ્સ માટે બે IPL મેચ રમી હતી. તે 75 લાખની ફીમાં મુંબઈ ટીમમાં જોડાયો છે.

