Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી
    • સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા
    • Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે
    • Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે
    • Gujarat આજે બેંગ્લોર સામે ટકરાશે,વિરાટ અને રબાડા પર નજર રહેશે
    • અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે
    • IPL 2026 : SRH એ MI ને 6 વિકેટથી હરાવ્યું, રાયન રિકેલ્ટનની સદી વ્યર્થ ગઈ
    • 43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ,અન્ય શહેરોમાં 1થી 2 ડિગ્રી તાપમાન ઘટયુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Private Bank Branches વધી પણ…કર્મચારીઓ ઘટી ગયા ?
    રાષ્ટ્રીય

    Private Bank Branches વધી પણ…કર્મચારીઓ ઘટી ગયા ?

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.30

    દેશની પ્રાઈવેટ બેંકોમાં AIના વધતા ઉપયોગને કારણે કર્મચારીઓની સંખ્યા ઘટી રહી છે, જ્યારે તેમની શાખાઓ સતત વધી રહી છે. નાણાકીય વર્ષ 2025-26માં પ્રમુખ ખાનગી બેંકો એચડીએફસી, એક્સિસ અને આઈસીઆઈસીઆઈ એ તેમની શાખાઓના નેટવર્કનો વિસ્તાર તો કર્યો છે.

    પરંતુ કુલ કર્મચારીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધ્યો છે. એચડીએફસીના કર્મચારીઓની સંખ્યા નાણાકીય વર્ષ 2025-26માં ઘટીને 2.11 લાખ રહી ગઈ જે નાણાકીય વર્ષ 2024-25 માં 2.14 લાખ હતી.

    આ જ રીતે એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ જેવી બેંકોની નવી બ્રાન્ચ ખુલવા છતાં કર્મચારીઓની સંખ્યા સતત ઘટી છે. યસ બેંક એકમાત્ર એવી પ્રમુખ પ્રાઈવેટ બેંક રહી જ્યાં કર્મચારીઓની સંખ્યામાં વૃદ્ધિ નોંધાઈ હતી. બેંકોએ ઓટોમેશનમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે.

    પડકાર હજુ વધશે

    બેંકોનું માનવું છે કે વર્તમાનમાં સ્ટાફમાં જે ઘટાડો દેખાઈ રહ્યો છે, તે મુખ્યત્વે ઓટોમેશન અને વર્ક ઓપ્ટિમાઈઝેશનનું પરિણામ છે. બેંક પોતે માની રહી છે કે જ્યારે AI નો સંપૂર્ણ રીતે ઉપયોગ શરૂ થઈ જશે, ત્યારે તેના કર્મચારીઓની સંખ્યા પર ઘણી ઊંડી અસર પડશે.

    એટલે કે આવનારા સમયમાં બેંકિંગ સેક્ટરમાં માત્ર એવા જ લોકોની જરૂર પડશે જે આ નવી ડિજિટલ ક્રાંતિ અને AI ટેકનોલોજી સાથે કદમ મિલાવીને ચાલી શકશે. બેંકો ઝડપથી AI માં રોકાણ કરી રહી છે.

    બેંકોમાં નવી બ્રાન્ચ અને ઘટેલા કર્મચારીઓ (2025-26)

    વર્ષ 2025-26ના ડેટા મુજબ, ખાનગી બેંકોમાં નવી બ્રાન્ચની સંખ્યા વધી રહી છે, પરંતુ તેની સામે કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંકે સૌથી વધુ 600 નવી બ્રાન્ચ ખોલી છે, છતાં તેના કર્મચારીઓમાં 6,000નો ઘટાડો થયો છે. એક્સિસ બેંકે 399 નવી બ્રાન્ચ ઉમેરી છે અને 3,100 કર્મચારીઓ ઘટાડ્યા છે. એચડીએફસી બેંકે 234 નવી બ્રાન્ચ સામે 3,343 કર્મચારીઓ ઓછા કર્યા છે, જ્યારે RBL બેંકે 42 નવી બ્રાન્ચ શરૂ કરી છે અને 949 કર્મચારીઓ ઘટ્યા છે.

    છેલ્લા ત્રણ વર્ષનો સરખામણીનો ડેટા

    વર્ષ 2023 થી 2026 ના ગાળામાં વિવિધ બેંકોમાં કર્મચારીઓની સ્થિતિ નીચે મુજબ રહી છે:

    આઈસીઆઈસીઆઈ બેંક : 2023-24 માં 1,41,009 કર્મચારીઓ હતા, જે 2024-25 માં 1,30,957 અને 2025-26 માં ઘટીને 1,24,760 થયા છે.

    એચડીએફસી બેંક : 2023-24 માં 2,13,527 કર્મચારીઓ હતા, જે 2025-26 ના અંત સુધીમાં ઘટીને 2,11,178 થયા છે.

    એક્સિસ બેંક : 2023-24 માં 1,04,000 કર્મચારીઓ હતા, જે 2025-26 માં ઘટીને 1,01,300 થયા છે.

    RBL બેંક : 2023-24 માં 12,473 કર્મચારીઓ હતા, જે 2024-25 માં વધીને 14,265 થયા હતા, પરંતુ 2025-26 માં ફરી ઘટીને 13,316 થયા છે.

    યસ બેંક : આ ટ્રેન્ડથી વિપરીત, યસ બેંકમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2024-25 માં યસ બેંકમાં 28,687 કર્મચારીઓ હતા, જે વર્ષ 2025-26 માં વધીને 29,573 થયા છે.

    Private Bank Branches
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ,અન્ય શહેરોમાં 1થી 2 ડિગ્રી તાપમાન ઘટયુ

    April 30, 2026
    મુખ્ય સમાચાર

    Gandhinagar: સાયબર સેલના વિવાદમાં હાઈકોર્ટની લાલ આંખ કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોટિસ

    April 30, 2026
    ગુજરાત

    સૌથી વધુ ઉપયોગી ટોપ-20 સરકારી સેવાઓ હવે Digital Gujarat portal પર ઉપલબ્ધ

    April 30, 2026
    અન્ય રાજ્યો

    Kanha Tiger Reserve માં નવ દિવસમાં વાઘણ અને ત્રણ બચ્ચાના મોત

    April 30, 2026
    મુખ્ય સમાચાર

    High Court Video Conference `હેક’ થઈ : સુનાવણી દરમિયાન અશ્લીલ વિડીયો ચાલ્યો

    April 30, 2026
    ગુજરાત

    PM મોદી 11 મેએ સૌરાષ્ટ્રમાં : સોમનાથના દર્શન કરશે,ગુજરાત પ્રવાસમાં ત્રણ શહેરોની મુલાકાત લેશે

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026

    Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે

    April 30, 2026

    Gujarat આજે બેંગ્લોર સામે ટકરાશે,વિરાટ અને રબાડા પર નજર રહેશે

    April 30, 2026

    અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.