Mexico તા.2
દુનિયાના સૌથી મોટા શહેરોમાનું એક મેકિસકો સીટીના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે, નાસા અને ઈસરોના સંયુક્ત સેટેલાઈટ મિશન નિસારના તાજેતરના આંકડાએ પુષ્ટિ કરી છે કે આ શહેરી ખૂબજ ઝડપથી જમીનની અંદર ધસી રહ્યું છે.
ઉપગ્રહથી મળેલા વિશ્લેષણ અનુસાર શહેરના કેટલાક ભાગો દર મહિને બે સેન્ટીમીટરથી વધુના દરે નીચે જઈ રહ્યા છે. મેકિસકો સીટીનો ઈતિહાસ તેની ભૂગોળ સાથે જોડાયેલો છે. આ શહેર કયારેક તળાવોનો ભાગ હતો અને તેને તળાવના તલ પર વસાવાયું હતું. જેમ જેમ નીચેથી પાણી ખતમ થઈ રહ્યું છે. તળાવની પ્રાચીન ચિકણી માટીના પડો સુકાઈને સંકોચાઈ રહ્યા છે. નિસારનો આ ડેટા માત્ર મેકસીકો સીટી માટે નહી, બલકે દુનિયાભરના એ શહેરો માટે પણ ચેતવણી છે, જે ભૂજલનો અંધાધુંધ ઉપયોગ પર નિર્ભર છે.
શહેરના સ્મારકો પર પડી રહી છે અસર: શહેર ઘસવાનો સૌથી મોટો પુરાવો અહીનું મશહુર એન્જલ ઓફ ઈન્ડીપેન્ડન્સ સ્મારક છે. 1910માં તે બનાવાયું હતું, ત્યારે તે જમીનને બરાબર હતું પણ જેમ જેમ તેની આસપાસની જમીન નીચે ધસતી ગઈ, આ સ્મારક ઉપર ઉઠતું જોવા મળ્યું. પ્રશાસને સમયની સાથે તેના આધાર પર 14 નવી સીડીઓ જોડવી પડી છે, જેથી લોકો તેને સ્પર્શી શકે. આજે આ 30 મીટરથી ઉંચે પણ ઉભુ છે, જે શહેરના ઘસવાનું જીવતું જાગતું પ્રમાણ છે.

