Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કૌશિક ને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?

    June 17, 2026

    ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ,

    June 17, 2026

    અસ્થિરતા વચ્ચે તેજી પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કૌશિક ને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?
    • ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ,
    • અસ્થિરતા વચ્ચે તેજી પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!
    • 18 જૂનનું પંચાંગ
    • 18 જૂનનું રાશિફળ
    • પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad
    • સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump
    • Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»કૌશિક ને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?
    લેખ

    કૌશિક ને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 17, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ફાલ્ગુની વસાવડા
    સમાજમાં ક્યારેક ખૂબ સારી સારી વાતો, અને પ્રવૃત્તિ થતી જોઈ રાજી રાજી થઈ જવાય! અને મોટેભાગે આ કહેવાતા દિવસો પણ લોકોમાં અમુક પ્રકારની જાગૃતિ આવે એટલે જ ઉજવવાની શરૂઆત થઈ છે! અને આવો જ એક દિવસ 12 જૂન વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ તરીકે ઉજવાય છે! બીજા દેશોની બહુ ખબર નથી, પણ ભારતમાં તો ચાની લારીથી શરૂ કરીને કેટલીય એવી જગ્યા છે, જ્યાં આવાં બાળ મજૂરો જોવાં મળે છે! બાળ મજૂરી માટે ઘણાં કારણો હોઈ શકે! જેમ કે માતાપિતા માંથી કોઈ એક બાળકની નાની ઉંમરમાં ગુજરી જાય ! નાના ભાઈ બહેન માટે ભણવાનું છોડી આવી મજૂરી કરવા લાગે, ક્યાંક માબાપની બેદરકારી કે પછી મોટો પરિવાર અને ઘરની જરુરીયાતનું નામ અપાય છે!  પણ દર વખતે એવું નથી હોતું! ઘણીવાર ભણવામાં મન ન લાગે અને માતાપિતા દરેક શોખ પૂરો કરવાનાં રૂપિયા આપે નહીં, ત્યારે આવા 10 થી 15 વર્ષનાં છોકરા છોકરીઓ પણ નાનાં મોટાં કામ કરીને રુપિયા કમાય છે! ટૂંકમાં કમાણી કરીને છૂટક રુપિયા માંથી માવા, ગૂટકા, બીડી,અને આમ વ્યસન આગળ વધે સિગારેટ દેશી દારૂ, નોન વેજ કે આમલેટ કે અન્ય ચટપટી ખાણીપીણી માટે પણ ક્યાંક મજૂરી થતી હોય. કોઈ તો મોબાઈલ ફોન‌ લેવાં પણ મજૂરી કરે!  કોઈ રેસ્ટોરન્ટમાં કે લોજમાં ટેબલ સાફ કરવાં તરીકે રહી જાય, કોઈ વાસણ સાફ કરવા! ટૂંકમાં નાનું મોટું કામ કરીને રોજનાં બસો રુપિયા કમાઈ આવી મોજમજા કરે! માતાપિતા પોતાની હેસિયત કરતાં વધુ રુપિયા ટ્યુશન વગેરેમાં નાખે પણ કાળા અક્ષર ભેંશ બરાબર એમ ભણવું જ ન્હોય, ત્યાં કોઈ શું કરે! ક્યાંક કુસંગનું કારણ પણ હોય છે!  ભણતરનું મહત્વ સમજાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય.
    કુંતલ એ પોતાનાં દિકરાએ કૌશિક એ હવે સ્કૂલે નથી જવું! પોતે હીરા ઘસવા જશે, અને રુપિયા કમાઈ સ્માર્ટ ફોન લેશે! એવું કહ્યું એટલે એને એક તમાચો માર્યો! એની પત્ની કાજલ વચ્ચે પડી, અને કહ્યું કે, હજી નાનો છે એને સમજાવીને વાત કરો, સમજી જશે! કુંતલ એ કહ્યું કે પુંછ એને એક અઠવાડિયાથી આવી જ વાત કરે છે, અને કહે છે કે હું હવે ભણવાનો નથી! મને કંઈ સમજાતું નથી, અને સાહેબને કંઈ પુંછું તો આંખો ક્લાસ મારી મશ્કરી કરે છે! સ્કૂલે તો હું જવાનો જ નથી! પેલો પુનિત તો જાણે … કુંતલ એ કહ્યું તો એને તારો દોસ્ત બનાવી લે ! સારાં મિત્રો સાથે રહીશ તો તને પણ ભણવાનું મન થશે! પણ કૌશિક સમજતો ન્હોતો!
    કુંતલ એ પોતાનાં 12 વર્ષનાં દિકરાને પાસે બેસાડ્યો અને કહ્યું કે ચાલ હું તને એક વાત કહું બરોબર સાંભળજે! હું તારી કરતાં પણ થોડી નાની ઉંમરનો હતો! ત્યારે મેં પણ આ જ રીતે સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું. બાપ લારી ખેંચતો અને મા એક લોજમાં રોટલી કરવા જતી હતી, અને છતાં મારી માટે નુક્કડનાં નાકે રહેતી મંજૂલા દીદી નું ટ્યુશન પણ રખાવ્યું હતું! પણ ત્યાં જતાં જે એક પાનનો ગલ્લો આવતો અને એ ગલ્લાં પર ભાનુ નામનો એક અઢાર વર્ષનો યુવાન કાયમ ઉભો રહેતો!: એ મંજૂલા દીદીને પસંદ કરતો હતો પણ એ તો અભણ હતો, અને દીદી એને જરાં પણ પસંદ કરતાં નહોતાં. એ મને પટાવી પટાવીને ચિઠ્ઠી મોકલતો, અને એનાં બદલામાં પીપર, ચોકલેટ, અને ધીરેધીરે ક્યારે મસાલા પડીકી, તમાકુ, બીડી પર ચડી ગયો, એની મને ખબર જ ન રહી! હવે તો સ્કૂલ ટ્યુશન ના નામે આવારા ગર્દી કરવા લાગ્યો! માતાપિતા મજૂરી કરી થાકી જતાં, અને એને તો એમ જ હતું કે એમનો દિકરો ભણે છે! પછી તો એક જૂઠાણું છૂપાવવા કેટલાયુ જૂઠ બોલ્યો! પરિણામ માં કે રજા ચિઠ્ઠી માટે ખોટી સહી પણ કરી. ઘરમાંથી માતાપિતા એ કાળી મજૂરી કરી ભેગા કરેલાં રુપિયા પણ ચોરવા લાગ્યો! અને એ પણ ખુશામતખોર દોસ્તોમાં વાહવાહી માટે ! એક દિવસ પિતાજી લારી ખેંચીને સામાન મુકવા જતાં હતાં, પણ મગજમાં શેઠ પાસેથી ઉધાર લીધેલા 10 હજાર રુપિયા ઘરમાંથી ગાયબ ક્યાં થઈ ગયાં ?એ વિચારમાં ટ્રકનું હોર્ન સાંભળ્યું નહીં, અને ટ્રકને સમયે બ્રેક લાગી નહીં, એટલે પાછળથી ઠોકર વાગી, અને ઘટના સ્થળે જ એનું મૃત્યુ થયું! મા લગભગ પાગલ જેવી થઈ ગઈ! 16‌ વર્ષની ઉંમરે જ નાની બહેન અને મા ની જવાબદારી આવી! પણ જ્યારે રુપિયા રુપિયા માટે મજૂરી કરી ત્યારે જ રુપિયાની અહેમિયત ની ખબર પડી! અને ભણતરની પણ! પરંતુ બહુ મોડું થઈ ગયું હતું. પરંતુ પછી કામ કામ ને શીખવે! અને પાછી જવાબદારી પણ ખરી! એટલે એક મિલમાં મજૂરીનું કામ મળ્યું અને ત્યાંના સુપરવાઈઝર સારાં હતાં! તે રાતની શિફ્ટમાં નોકરી અને દિવસે ભણવાનું શરૂ કરાવ્યું અને મેં એસ એસ સી બોર્ડ અને એચ એસ સી બોર્ડ ની પરીક્ષા પાસિંગ માર્કે પાસ કરી લીધી, પણ ભણવાનું છોડી દીધું હોવાથી આગળનું ભણી શક્યો નહીં. પણ આજે સારી વર્તણુક અને નિષ્ઠા પૂર્વકના કામ ને કારણે સુપરવાઈઝરની નોકરી કરું છું! અને મારાં નસીબ સારાં હતાં તે એ સુપરવાઈઝરની પુત્રી એટલે કે તારી મમ્મી કાજલ સાથે લગ્ન કરાવ્યાં અને અંતે આટલી ભૂલ કરી હોવા છતાં જીંદગીમાં શાંતિ આવી! ધીરેધીરે ગૃહસ્થીનાં ઉતાર ચઢાવમાં તારો જન્મ થયો, અને આજે તું આવડો મોટો થઈ ગયો! મારાથી જે અણસમજુ અવસ્થામાં ભૂલ થઈ એ ભૂલ તું કરે નહીં! એટલે આ આખી વાત મેં તને બતાવી! ભણવાનો સમય જતો રહેશે! અને પછી જ્યારે સમાજમાં એ તો અભણ છે! એ વાક્ય વારંવાર સાંભળવા મળશે! લોકોની નજરમાંથી ઉતરી જવું, એ બધું ત્યારે એટલું અઘરું લાગશે! અને સૌથી મહત્વનું તો સારી નોકરી ક્યારેય નહીં મળે! બસ મજૂરી કરવી અને એ થાય નહીં, તો પછી, ચોરી ચપાટી કે લૂંટફાટનો વિકલ્પ રહેશે! હાં રુપિયા હોય એને વેપારનો વિકલ્પ મળે ! હવે તું વિચારી લેજે, છતાં તારી જીંદગી છે તું ઇચ્છે એ નિર્ણય લેજે! આતો પાછળથી તને પસ્તાવો થાય નહીં, કે મને કોઈ એ સમયે ગાઈડ ન કર્યો. કૌશિકને પિતાની વાત મગજમાં ઉતરી ગઈ અને ભણવામાં મન‌ પરોવ્યું! આજે ડબ્બલ ગ્રેજ્યુએટ થઈ સારી પોસ્ટ પર નોકરી પણ કરે છે!
     મિત્રો આપણો ભારત દેશ કેટલાંય સમાજિક મુદ્દે લડી રહ્યો છે અને એમાં, બાળ મજૂરી, ગર્ભપાત, કુપોષણ, અને સાક્ષરતા વિશે જાગૃતિ આવે એ માટે કેટલીયે સંસ્થા કામ કરી રહી છે! માતાપિતા પણ હવે સંતાનોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે સારા પ્રમાણમાં જાગૃત થયા છે! સ્ત્રી શિક્ષણનો વ્યાપ પણ સારો એવો વધ્યો છે! છતાં ઉંમર પહેલાં જો આ સ્માર્ટફોન મળી જાય, તો એનાં સોશિયલ મીડિયાની જાહેરાતો! એની જુદી જુદી ઈનામની લોભામણી એપ્લિકેશન! ઉપરાંત ટીવી કે ફિલ્મોનાં પાત્રો માં વ્યસની હીરો હિરોઈન! ન મળે તો હિંસા! બલાત્કાર! આ બધું વધતું જ જાય છે! ક્યારેક સંગત સંજોગ પણ જવાબદાર બને છે! અને એટલે આપણો સમાજ સર્વાંગી વિકાસ સાધી શકતો નથી.
        લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
    Falguni Vasavada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ,

    June 17, 2026
    લેખ

    તંત્રી લેખ…હિન્દુફોબિયા સામે અવાજ ઉઠાવવો

    June 17, 2026
    લેખ

    US-Iran તણાવ, વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર: વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર

    June 16, 2026
    ધાર્મિક

    સાંપ્રત સમયમાં “આલોક” અને “પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કઈ રીતે મૂલવીશું?

    June 16, 2026
    ધાર્મિક

    પાડું પત્ની કુંતી, પાંડવોની માતા હોવા છતાં પંચ કુમારિકા તરીકે ખૂબ શુદ્ધ ચરિત્ર ધરાવે છે!

    June 16, 2026
    લેખ

    તંત્રી લેખ… ફ્રાન્સમાં ભારત-અમેરિકાના સંબંધો નવો વળાંક લેશે

    June 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ,

    June 17, 2026

    અસ્થિરતા વચ્ચે તેજી પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!

    June 17, 2026

    18 જૂનનું પંચાંગ

    June 17, 2026

    18 જૂનનું રાશિફળ

    June 17, 2026

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad

    June 17, 2026

    સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ,

    June 17, 2026

    અસ્થિરતા વચ્ચે તેજી પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!

    June 17, 2026

    18 જૂનનું પંચાંગ

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.