Tamil Nadu,તા.04
તામિલનાડુમાં ડીએમકે વડા તથા મુખ્યમંત્રી એમ.કે.સ્તાલીનની સરકારની વિદાય નિશ્ચિત બની છે. રાજયની 234 બેઠકોમાંથી 225 બેઠકો પર મળી રહેલા પરિણામો બે વર્ષ જૂના ટીવીકે અને તેના વડા અભિનેતા વિજય સૌથી મોટા પક્ષ તરીકે આગળ વધી રહ્યા છે.
તેમના પક્ષ 103 બેઠકો પર સરસાઈ છે અને અન્નાડીએમકે 80 તથા ડીએમકે 32 બેઠકો પર જ સરસાઈ ધરાવે છે અને તે ત્રીજા સ્થાને ધકેલાઈ ગયા છે. આમ વિધાનસભામાં ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ શકે છે.
અભિનેતા વિજયે હજુ બે વર્ષ પુર્વે જ નવા પક્ષની રચના કરી હતી અને ટુંકાગાળામાં રાજયો સરકાર રચે તેવા સંકેત છે. ખુદ મુખ્યમંત્રી સ્તાલીન પણ તેની પરંપરાગત કોલાપુર બેઠક પર પાછળ છે તો ડીએમકેના અનેક મંત્રીઓ પણ પાછળ છે.
અન્નાડીએમકે જેના નેતૃત્વમાં ભાજપ આ રાજયમાં ચુંટણી લડી રહ્યા છે તે નંબર ટુ પર છે. આમ રાજયમાં સરકાર રચવામાં રસપ્રદ સ્થિતિ બનશે…

