China,તા.5
ચીનના હુનાન પ્રાંતમાં આવેલ લિયુયાંગ શહેરમાં સોમવારે એક ફટાકડાની ફેકટરીમાં ભીષણ વિસ્ફોટથી આગ ભભુકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે અને 61 લોકો ઘાયલ થયા છે.
આ વિસ્ફોટ સોમવારે સાંજે લગભગ 4.40 વાગ્યે હુનાન પ્રાંતના લિયુયાંગમાં આવેલ હુઆશેંગ ફાયરવર્કસ મેન્યુફેકચરીંગ એન્ડ ડિસ્પ્લે કંપનીના એક વર્કશોપમાં થયો હતો. અહીં મોટા પ્રમાણમાં ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવે છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ ઘટનાની જાણકારી મેળવી રાહત અને બચાવ કાર્યમાં ઝડપ લાવવાનો નિર્દેશ કર્યો હતો. તેમણે લાપતા લોકોનો પતો મેળવવાનો અને ઘાયલોની તાત્કાલીક સારવાર માટે દરેક સંભવ પ્રયાસ કરવાનું આહવાન કર્યું હતું. સોશિયલ મીડીયામાં વિસ્ફોટના ધુમાડાની તસ્વીર વાયરલ થઈ છે.

