જે મોબાઈલ ફોન આખો દિવસ કામ કરતો રહે અને પછી બે દિવસ બાદ પણ ૯૯% બેટરી રહે : કિંમતની ચિંતા નથી
Chandigarh, તા.૧૦
રિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હાર અને જીતના મુદ્દે ચર્ચા ચાલુ છે. આ દરમિયાન કોંગ્રેસને મળેલી હાર પર પાર્ટીના નેતા હવે ઈવીએમને લઈને સવાલ ઊભા કરી રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ઉદિત રાજે ગુરુવારે ઈવીએમ પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસ નેતા ઉદિત રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું, ’મારે ઈફસ્ની બેટરીવાળો મોબાઈલ ફોન જોઈએ છે. જે આખો દિવસ કામ કરતો રહે અને પછી બે દિવસ બાદ પણ ૯૯% બેટરી રહે. કિંમતની ચિંતા નથી. માહિતી આપનારને કમિશન આપવામાં આવશે.’
આ પહેલા ઉદિત રાજે બુધવારે ભાજપ પર નિશાન સાધ્યુ હતું.
તેમણે આરોપ લગાવતાં કહ્યું કે વડાપ્રધાન મોદી કોંગ્રેસના તમામ કરેલા કાર્યને ખતમ કરવામાં લાગેલા છે. રાહુલ ગાંધીની લોકપ્રિયતા ઓછી થઈ નથી. વોટમાં ૧૦ ટકાનો વધારો થયો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેને બેઠકોમાં લગભગ સમાન વોટ જ મળ્યા છે.’
કોંગ્રેસ પ્રવક્તાએ એ પણ આરોપ લગાવ્યો કે ’હરિયાણામાં ભાજપે દગો આપીને જીત મેળવી છે. રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધી છે. આ કારણે વોટ ટકામાં વધારો થયો પરંતુ દુર્ભાગ્યપૂર્ણ એ છે કે જે રીતે ઈન્ડિયા બ્લોકના અમુક ઘટક દળ વાત કરી રહ્યાં છે, તેનાથી એવું લાગે છે કે આ પીએમ મોદી તરફથી બનાવવામાં આવી રહેલું મનોવૈજ્ઞાનિક દબાણ છે.’
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રદેશમાં ભાજપે કુલ ૪૮ બેઠકો જીતી છે. કોંગ્રેસે ૩૭ બેઠકો પર જીત મેળવી છે. ઈન્ડિયન નેશનલ લોકદળને ૨ બેઠકો પર જીત મળી છે જ્યારે ત્રણ અપક્ષ ધારાસભ્ય પણ જીતીને આવ્યા છે. ચૂંટણી જીતનાર તમામ અપક્ષ ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યું છે.