ચાર વર્ષ પહેલા જાન્યુઆરી ૨૦૨૨માં લગ્ન કરનાર આ કપલ સોશિયલ મીડિયા પર ઘણીવાર સાથેની તસવીરો અને પ્રેમભરી પોસ્ટ્સ શેર કરતું હતું
Mumbai તા.૧૩
મૌની રોય અને પતિ સુરજ નામ્બિયાર લગ્નનાં ચાર વર્ષ પછી અલગ થયા હોવાની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર તેજ થઈ ગઈ છે. ચાહકોએ નોંધ્યું કે બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી છે, જેનાં પછી તેમનાં અલગ થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ.ચાર વર્ષ પહેલા જાન્યુઆરી ૨૦૨૨માં લગ્ન કરનાર આ કપલ સોશિયલ મીડિયા પર ઘણીવાર સાથેની તસવીરો અને પ્રેમભરી પોસ્ટ્સ શેર કરતું હતું. જોકે, તાજેતરની ઇન્સ્ટાગ્રામ એક્ટિવિટીએ ચાહકોમાં ચિંતા વધારી દીધી છે. ખાસ વાત એ છે કે બંનેએ હજુ સુધી પોતાના લગ્નની તસવીરો અને સાથેની ઘણી પોસ્ટ્સ ડિલીટ કરી નથી.ચાહકોએ તરત જ સુરજ નામ્બિયારનાં કોમેન્ટ સેક્શનમાં સવાલો પૂછવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું, “લગ્નની તસવીરો કેમ ડિલીટ કરી? શું ડિવોર્સ થવાના છે?” જ્યારે બીજા યુઝરે લખ્યું, “બંને એટલા પ્રેમમાં લાગતાં હતાં, હવે શું થયું?” અત્યાર સુધી મૌની રોય અને સુરજ નામ્બિયારે આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. મૌનીની દોસ્ત દિશા પટ્ટણીએ પણ સુરજને અનફોલો કર્યો હોવાની ચર્ચા છે. સુરજ નામ્બિયાર દુબઈમાં સ્થિત બિઝનેસમેન અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે અને તે બેંગલુરુના જૈન પરિવારમાંથી આવે છે. જ્યારે મૌની રોય અભિનેત્રી અને ઉદ્યોગસાહસિક તરીકે ઓળખાય છે. બંનેએ ગોવામાં જાન્યુઆરી ૨૦૨૨માં લગ્ન કર્યાં હતાં. હિલ્ટન ગોવા રિસોર્ટ, કેન્ડોલિમ ખાતે યોજાયેલા લગ્નમાં મલયાલી અને બંગાળી બંને પરંપરાઓથી લગ્ન કરવામાં આવ્યાં હતાં.લગ્ન સમયે મૌની રોયે તસવીરો શેર કરીને લખ્યું હતું, “આખરે મને મારો સાથી મળી ગયોપ પરિવાર અને મિત્રોના આશીર્વાદ સાથે અમે લગ્ન કર્યાં. તમારો પ્રેમ અને આશીર્વાદ જોઈએ છે. પ્રેમ – સુરજ અને મૌની.” જ્યારે સુરજ નામ્બિયારે લખ્યું હતું, “૨૭.૦૧.૨૦૨૨ – મારી બેસ્ટ ળેન્ડ અને મારા જીવનનાં પ્રેમ સાથે લગ્ન કર્યા. હું દુનિયાનો સૌથી ભાગ્યશાળી માણસ હોય એવું અનુભવું છું.”

