Junagadh તા.14
જુનાગઢમાં 96 વર્ષના વૃધ્ધનું એપાર્ટમેન્ટના 7માં માળેથી પડી જતા કરૂણ મોત થયું હતું. જુનાગઢ ઝાંઝરડા ચોકડી પાસે મહારાજા પેલેસ વાળી ગલીમાં શુકન એપાર્ટમેન્ટ (એ)માં રહેતા જીવરાજભાઈ અરજણભાઈ કનેરીયા (ઉ.96) બપોરના 1-30ના સુમારે સાતમા માળે ગેલેરીમાંથી કોઈ પણ રીતે નીચે પડી જતા ઘટનાસ્થળે જ મોત નોંધાયુ હતું. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
આપઘાત
બિલખાના ભલગામ ખાતે રહેતા કાન્તીભાઈ બાબુભાઈ ગળથીયા (ઉ.49) એ કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાના ટીકડા પી લેતા મોત નોંધાયુ હતું બીલખા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઓવરડોઝ પી લેતા મોત
માંગરોળ શાપુર રોડ પર રહેતા પરસોતમભાઈ મેઘાભાઈ યાદવ (ઉ.20)ની પુત્રી નંદનીબેન (ઉ.20)ને થેનીયાગ્રેવિશની બીમારીની દવાથી કંટાળી જઈ ઓવરડોઝ પી લેતા સારવાર ચાલુ હતી ત્યારે મોત નોંધતા માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે.

