Jamnagar,તા,18
Jamnagar શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડે શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી આશરે રૂ.1,04,050 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે, અને પોલીસે તેને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Jamnagarના સિટી બી. ડિવિઝન પોલીસને ખાનગી હકીકત મળી હતી કે રામેશ્વરનગર, પટેલવાડી શેરી નં. 1 ખાતે રહેતા શક્તિસિંહ મેરૂભા સોઢા પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થે સંગ્રહ કરી રાખે છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતા વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની નાની-મોટી કુલ 43 બોટલો કિંમત રૂ.48,800 તેમજ ચપલા નંગ 179 કિંમત રૂ.55,250 મળી કુલ રૂ.1,04,050 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

