Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kutchના રાપરમાં ‘મામાદેવ મંદિર’ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ

    May 18, 2026

    Surendranagar કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પત્ની જ નીકળી પતિની હત્યારી

    May 18, 2026

    Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ

    May 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kutchના રાપરમાં ‘મામાદેવ મંદિર’ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ
    • Surendranagar કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પત્ની જ નીકળી પતિની હત્યારી
    • Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ
    • Vadodara થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન
    • Jamnagar Honeytrap કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ
    • Jamnagar 20મી મેના રોજ જામનગર સહિત દેશવ્યાપી કેમિસ્ટ હડતાલ
    • Jamnagarના જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ પર મંદીનું ગાઢું સંકટ
    • Ahmedabad લૂંટ-ચોરી કરતી કુખ્યાત છારા ગેંગના બે શખસની ગુજસીટોક હેઠળ ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad લૂંટ-ચોરી કરતી કુખ્યાત છારા ગેંગના બે શખસની ગુજસીટોક હેઠળ ધરપકડ
    અમદાવાદ

    Ahmedabad લૂંટ-ચોરી કરતી કુખ્યાત છારા ગેંગના બે શખસની ગુજસીટોક હેઠળ ધરપકડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા,18

    અમદાવાદ શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ અને બેન્કમાંથી મોટી રકમ લઈને નીકળતા લોકોને ટાર્ગેટ કરતી કુખ્યાત ‘છારા ગેંગ’ વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વાહનચાલકોનું ધ્યાન ભટકાવી તેમજ વેશપલટો કરીને કરોડોની ચોરી-લૂંટ આચરતી છારા ગેંગના બે મુખ્ય સાગરીતોની પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC) હેઠળ ધરપકડ કરી છે. આ કાર્યવાહી સાથે જ ગુજરાત અને દિલ્હીમાં નોંધાયેલા લૂંટ, ધાડ અને ચોરી જેવા આશરે 30 જેટલા ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

    પોલીસ કમિશનરની મંજૂરી બાદ ગુજસીટોકનો ઉમેરો

    મળતી માહિતી અનુસાર, ઝોન-7 ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ છારા ગેંગના 4 સાગરીતોને અલગ-અલગ 7 ગુનાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓનો ગુનાઈત ઈતિહાસ તપાસતા માલૂમ પડ્યું હતું કે તેણે અમદાવાદ અને દિલ્હીમાં અસંખ્ય ગુનાઓ આચર્યા છે. આથી, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં પોલીસ કમિશનરની મંજૂરી મેળવીને ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક એક્ટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ અત્યંત સુઆયોજિત પ્લાનિંગ સાથે ગુનાને અંજામ આપતી હતી. આરોપીઓ હંમેશા હેલ્મેટ અને રૂમાલથી ચહેરો ઢાંકી રાખતા. પોલીસને ગેરમાર્ગે દોરવા તેઓ ઘરેથી નીકળતી વખતે અલગ કપડાં પહેરતા અને ગુનો આચરતી વખતે તેની ઉપર બીજા કપડાં ચડાવી લેતા હતા.

    ગેંગનો એક સાગરીત વાહનચાલક સાથે ગમે તે બહાને બોલાચાલી કરી તેને વાતોમાં વ્યસ્ત રાખતો હતો. ડ્રાઇવર કે વાહનચાલકનું ધ્યાન ભટકાય તે જ સમયે અન્ય સાગરીતો એલ.એન.કી વડે મોપેડની ડેકી તોડીને અથવા હિરાકણી વડે કારના કાચ તોડીને અંદર પડેલો કિંમતી માલસામાન કે રોકડ રકમ ચોરીને પળવારમાં ફરાર થઈ જતા હતા.

    આ કુખ્યાત છારા ગેંગ સામે ગુજરાત અને દિલ્હીમાં મળીને કુલ 30 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના રેકોર્ડ મુજબ આ ગેંગ સામે અમદાવાદના એલિસબ્રિજ, સરખેજ, કૃષ્ણનગર, નવરંગપુરા, રામોલ, સોલા હાઇકોર્ટ, ઓઢવ, બોપલ, નરોડા, શાહીબાગ, વાડજ, રખિયાલ, વસ્ત્રાપુર અને સરદારનગર પોલીસ સ્ટેશનમાં તેમજ અડાલજમાં લૂંટ, ચોરી અને પ્રોહિબિશનના 28 ગુનાઓ નોંધાયા છે. આ ઉપરાંત, આ ગેંગ સામે દિલ્હીના કાશ્મીરી ગેટ પોલીસ સ્ટેશનમાં પણ લૂંટ, ધાડ, ગુનાહિત કાવતરું અને આર્મ્સ એક્ટ હેઠળના 2 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ તમામ ગુનાઓનો લાંબો ઇતિહાસ જોતા પોલીસે આકરી કાર્યવાહી કરી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ

    May 18, 2026
    અમદાવાદ

    Kashmir ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત

    May 18, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં કેશવ નારાયણ બિલ્ડકોને બેન્ક સાથે કરી ઠગાઇ, ગીરવે મૂકેલી મિલકત વેચી ખાધી

    May 18, 2026
    અમદાવાદ

    Ahmedabad વિમાની દુર્ઘટના : પાયલોટ સુમિત સભરવાલે આખરી શ્વાસ સુધી સ્ટીયરીંગ વ્હીલ પકડી રાખ્યુ હતુ

    May 18, 2026
    અમદાવાદ

    Adani Portsની દરિયાઈ પાંખ એસ્ટ્રો ઓફશોરના યુરોપિયન સબસીના વિસ્તરણ માટે ઓશનિયરિંગ ઇન્ટરનેશનલ સાથે કરાર

    May 16, 2026
    અમદાવાદ

    Ambujaએ 73.7 મિલિયન ટનના અત્યાર સુધીના સર્વોચ્ચ વાર્ષિક વોલ્યુમ સાથે વાર્ષિક એબિટા હાંસલ કરી

    May 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kutchના રાપરમાં ‘મામાદેવ મંદિર’ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ

    May 18, 2026

    Surendranagar કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પત્ની જ નીકળી પતિની હત્યારી

    May 18, 2026

    Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ

    May 18, 2026

    Vadodara થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન

    May 18, 2026

    Jamnagar Honeytrap કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ

    May 18, 2026

    Jamnagar 20મી મેના રોજ જામનગર સહિત દેશવ્યાપી કેમિસ્ટ હડતાલ

    May 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kutchના રાપરમાં ‘મામાદેવ મંદિર’ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ

    May 18, 2026

    Surendranagar કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પત્ની જ નીકળી પતિની હત્યારી

    May 18, 2026

    Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ

    May 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.