(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૯
વાંકાનેર શહેર નજીક ટ્રેન હેઠળ પડતું મૂકી ૩૨ વર્ષીય યુવાને આપઘાત કર્યો હતો આર્થિક સંકડામણથી કંટાળી યુવાને અંતિમ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે
મૂળ ઉત્તરપ્રદેશના વતની હાલ વાંકાનેરના ઢુવા ગામની સીમમાં અમરનાથ સિરામિક લેબર કોલોનીમાં રહીને કામ કરતા રામલોચન સુબેદાર રાજપૂત (ઉ.વ.૩૨) નામના યુવાને ગત તા. ૨૮ ના રોજ ટ્રેનના પાટા પર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો પોલીસે પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતકની ઘરની આર્થિક સ્થિતિ સારી ના હતી અને વતનમાં રૂપિયા મોકલી સકતો ના હતો અને માનસિક ટેન્શનમાં રહેતો હતો જેને પગલે મનમાં લાગી આવતા અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

