(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૯
Morbi ગપર નજીક આવેલ દુકાને ચાર અજાણ્યા ઇસમોએ પૂછપરછ કરતા નહિ જાણતા હોવાનું જણાવતા ચાર ઇસમોએ લાકડાના ધોકા વડે યુવાનને માર મારી મોબાઈલમાં તોડફોડ કરી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
પંજાબના વતની હાલ Morbiના રંગપર વિરાટનગર પાસે રહેતા યોગેન્દ્રસિંઘ સંદીપસિંગ જટ્ટ (ઉ.વ.૨૬) નામના યુવાને સ્વીફ્ટ કાર જીજે ૧૩ સીબી ૨૦૪૫ માં આવેલ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૨ ના રોજ સ્વીફ્ટ કારમાં ચાર અજાણ્યા ઇસમોએ રંગપર પાસે આવેલ ફરિયાદીની દુકાને આવી તેની દુકાન બાજુમાં વસીમ અને અનવરની દુકાન આવેલી હોય તેની પૂછપરછ કરી હતી જેથી ફરિયાદી યોગેન્દ્રસિંઘે જાણતા ના હોવાનું જણાવ્યું હતું જેથી કોઈ પણ કારણ વગર ચારેય ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા.આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી ઢીકા પાટું માર મારી લાકડાના ધોકા અને છરી જેવા હથિયાર વડે માર મારી ઈજા કરી હતી અને મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર વાળામાં નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય ઈસમો કાર લઈને નાસી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

