(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૯
Morbi શહેરમાં પ્રેસ રિપોર્ટર ના હોવા છતાં બનાવટી આઈડી કાર્ડ બાવી ખરા તરીકે ઉપયોગ કરી કારમાં પ્રેસનું બોર્ડ લગાવનાર તેમજ બોગસ આઈડી કાર રૂ ૧૦,૦૦૦ માં વેચનાર બે ઈસમો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Morbi એ ડીવીઝનમાં ફરજ બજાવતા રમેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડે આરોપીઓ અસ્લમ હુશેન શેખ (ઉ.વ.૩૩) રહે વાવડી રોડ મોરબી અને રાધેશ કિશનલાલ બુદ્ધભટ્ટી રહે વૃંદાવન સોસાયટી, પરિશ્રમ ૧ બ્લોક નં ૪૦૧ મોરબી ૨ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી પોતાની ટીમ સાથે એ ડીવીઝન વિસ્તારમાં ઈદ નિમિતે પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર એક બાઈક ચાલક જીજે ૧૦ ડીકયું ૫૮૦૨ શંકાસ્પદ લાગતા ઉભો રાખી કાગળો અને લાયસન્સ માંગતા પોતાનું નામ કાસમ મોયનુંદિન શેખ (ઉ.વ.૨૩) રહે લાયન્સનાગર મોરબી ૨ વાળો હોવાનું જણાવ્યું હતું અને તેને અમને જણાવ્યું કે થોડીવાર ઉભા રહો કહીને કોઈ વ્યક્તિને ફોન કરી બોલાવતા એક બ્રેજા કાર જીજે ૦૩ એનકે ૬૩૯૩ કારમાં આગળ ડેશ બોર્ડ પર લખેલું બોર્ડ લગાવી આવી પોતાની ઓળખ પ્રેસ રિપોર્ટર તરીકે આપી હતી.
તમે કેમ છોકરાઓને રોકો છો હું પ્રેસમાં છું કહીને પોતાનું નામ અસ્લમ હુશેન શેખ હોવાનું જણાવ્યું અને મોબાઈલમાં પ્રેસનું આઈડી કાર્ડ બતાવી ગાડીમાંથી કાર્ડ બતાવી પોતે રિપોર્ટર તરીકે ઓળખ આપી હતી જેથી આ ઇસમ પ્રેસમાં હોવા અંગે ખરાઈ કરવા માટે લાતી બીટ ચોકીએ બોલાવી પૂછપરછ કરી હતી અને આઈકાર્ડ ખરાઈ કરતા આઈ કાર્ડ કોની પાસેથી મેલેવ્યું અને અભ્યાસ બાબતે પૂછતાં ધોરણ ૯ સુધી અભ્યાસ કરેલ હોય અને કોઈ જર્નાલીઝમ કે પ્રેસ રિપોર્ટર તરીકે લાયકાત ધરાવતો ના હોવા છતાં આ પ્રેસનું આઈ કાર્ડ રાધેશ કિશનલાલ બુધ્ધભટ્ટી રહે મોરબી વાળા પાસેથી આઠેક મહિના અગાઉ રૂ ૧૦,૦૦૦ રોકડા આપી વેચાતું બનાવ્યું હોવાનું જણાવ્યું હતું જેથી રાધેશ બુધ્ધભટ્ટીને બોલાવી પ્રેસ કાર્ડ બાબતે પૂછતાં તેને આપ્યાનું કબુલ્યું હતુંp
આમ કાસમ મોયનુંદિન શેખના બાઈકને ચેકિંગ દરમિયાન રોકીને પૂછતાં આરોપી અસ્લમ હુશેન શેખ પોતાની બ્રેજા કાર લઈને આવી મોટરસાયકલ વાળનું ઉપરાણું લઈને ઠગાઈ કરવાના ઈરાદે પ્રેસનું બોર્ડ ગાડીના ડેશ બોર્ડ પર લગાવી પોતે લાયકાત ધરાવતો ના હોવા છતાં રૂ ૧૦ હજારમાં પ્રેસનું બનાવટી ઓળખપત્ર આરોપી રાધેશ બુધ્ધભટ્ટી પાસેથી મેળવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે એ ડીવીઝન પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

