રાજકોટ મામાને ઘેર આંટો દેવા માટે ગયા બાદ રમતાં રમતાં અચાનક ઢળી પડી ,સારવાર દરમિયાન કરુણ મૃત્યુ
(નયના દવે દ્વારા) Jamnagar તા.૮
જામનગર શહેરના ચાંદી બજાર મોટી ફળી નજીક રહેતા રાજેશભાઈ મોદીની ૧૪ વર્ષની પુત્રી આનંદી રાજેશભાઈ મોદીનું હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાએ પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.મળતી માહિતી મુજબ આનંદી પોતાના મામાના ઘરે રાજકોટ ખાતે પુરુષોત્તમ માસના પ્રસંગે ગઈ હતી. ગઈકાલે સાંજના સમયે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગયા બાદ તે અન્ય બાળકો સાથે રમતી હતી. દરમિયાન અચાનક દોડતી દોડતી જમીન પર ઢળી પડી હતી.આનંદીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ તબીબોના તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાઇ નહોતી, અને હોસ્પિટલમાં તેણીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ હાર્ટ એટેકના કારણે બાળકીનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.માત્ર ૧૪ વર્ષની નાની ઉંમરે હાર્ટ એટેકના કારણે થયેલા આ કરુણ અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો અને યુવાનોમાં પણ હૃદય સંબંધિત ગંભીર સમસ્યાઓના બનાવો સામે આવતા લોકોમાં ચિંતા વધી રહી છે.આનંદીના અકાળ અવસાનના સમાચાર મળતાં સગા-સંબંધીઓ અને પરિચિતોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
Trending
- Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો
- Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ
- Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો
- Jamnagar ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
- Morbi પોલીસની ’શી-ટીમ દ્વારા અસહાય વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ આશરો અપાવાયો
- Morbi આપઘાતની બે ઘટના વેપારી અને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
- Morbi દહેજનાં ભૂખ્યા સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો
- Morbi મહીલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો

