(નયના દવે દ્વારા) Jamnagar તા.૮
જામનગર શહેરમાં જાહેરમાં ચાલતા જુગારધામો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના સીટી ‘‘એ‘‘ ડિવિઝન તથા સીટી ‘‘સી‘‘ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ૩ મહિલાઓ સહિત કુલ ૧૧ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
પ્રથમ બનાવમાં સીટી ‘‘એ‘‘ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નદીપા રોડ ખાંડ બજાર ગ્રેઇન માર્કેટના ખૂણા પાસે જાહેરમાં એકી-બેકી નામનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા હતા. પોલીસે દિપકભાઈ પરસોતમભાઈ ચાવલિયા અને અસ્ફાકભાઈ ઇસ્માઈલભાઈ શેખને રોકડ રૂપિયા ૧૧,૭૦૦ સાથે ઝડપી પાડ્યા હતા.
બીજા બનાવમાં સીટી ‘‘સી‘‘ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોકુલનગર મયુરનગર શેરી નં. ૩ ખાતે જાહેરમાં તીનપત્તી જુગાર રમતા ૩ મહિલાઓ સહિતના નવ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા ૮૨,૦૦૦ તથા ગંજીપત્તાના પાનાં મળી કુલ રૂપિયા ૮૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ઉપરોક્ત દરોડા દરમિયાન પોલીસે ચમનભાઈ કેશવજીભાઈ પાડલીયા, અજય કરણાભાઈ વાઘેલા, સંજય કિશોરભાઈ મકવાણા, ભરત રાઘવજીભાઈ પાડલીયા, જયપાલસિંહ જુવાનસિંહ જાડેજા, ભુપત ધનાભાઈ ગુજરાતી, જોસના બેન ભુપતભાઈ ગુજરાતી, નંદકુવરબા જુવાનસિંહ જાડેજા, તેમજ કાંતાબેન ચીનાભાઈ કુનેતિયા સહિત નવ આરોપીઓની અટકાયત કરી લીધી છે.બંને બનાવોમાં કુલ ૧૧ આરોપીઓ સામે જુગારધારા કલમ-૧૨ મુજબ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને દરોડાઓ દરમિયાન કુલ રૂપિયા ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
Trending
- Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો
- Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ
- Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો
- Jamnagar ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
- Morbi પોલીસની ’શી-ટીમ દ્વારા અસહાય વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ આશરો અપાવાયો
- Morbi આપઘાતની બે ઘટના વેપારી અને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
- Morbi દહેજનાં ભૂખ્યા સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો
- Morbi મહીલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો

