
દીપિકા ૨૦૧૪થી માનસિક આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનું કામ કરે છે, ત્યારે તેણે પોતે ડિપ્રેશનનો સામનો કરેલો છે
Mumbai, તા.૧૨
દીપિકાને ત્યાં સપ્ટેમ્બર મહિનામાં દિકરીનું આગમન થયું છે. તાજેતરમાં જ તેણે એક વ્યાખ્યાનમાં પોતાના અનુભવો કહેતાં ઊંઘ ન થવી અને અતિશય થાક અનુભવવા વિશે વાત કરી હતી. તાજેતરમાં જ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ૨૦૨૪ નિમિત્તે ‘લિવ લવ લાફ ફાઉન્ડેશન’ દ્વારા એક લેક્ટર સિરીઝનું આયોજન થયું હતું. જેમાં દીપિકાએ પણ પોતાના અનુભવો જણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે ઊઁઘના અભાવને કારણે તેના માનસિક આરોગ્ય પર પણ અસર થઈ રહી છે અને તેના કારણે એક નવી માતા તરીકે તેની નિર્ણયો લેવાની ક્ષમતા પર પણ અસર પડે છે.આ લેક્ટર સિરીઝનો વીડિયો યૂટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં દીપિકા કહે છે,“જ્યારે તમને પૂરતી ઊઁઘ ન મળી હોય અને તમે અતિશય થાકેલાં હોય, ત્યારે તમે જે નિર્ણય લો છો.મને લાગે છે કે હું એ ખરેખર અનુભવી શકું છું.મને ખ્યાલ છે, જ્યારે કેટલાક ચોક્કસ દિવસોએ મને પુરતી ઊંઘ ન મળી હોય અને હું અતિશય થાકેલી હોય ત્યારે કે મેં મારું ધ્યાન ન રાખ્યું હોય તો મને લાગે છે કે મારી નિર્ણય લેવાની ક્ષમતા પર તેની અસર થાય જ છે.”દીપિકા આ વીડિયોમાં આગળ કહેલું કે તે કઈ રીતે આકરી ટીકાઓ સામનો કઈ રીતે કરે છે અને તે અતિશય ભાવુક થઈ જાય ત્યારે શું કરે છે. તેણે કહ્યું હતું કે પીડા કે ગુસ્સો એ તમારા જીવનનો સહજ ભાગ છે. ત્યારે ટિકાનો સામનો સર્જનાત્મક રીતે કરવો જરૂરી બની જાય છે. નવી માતા બનવા પર દીપિકાએ કહેલું કે જીવનમાં આવેલાં આ ફેરફારને સ્વીકારતા સમય લાગે છે. કશું જ તરત થઈ જવાની આશા રાખી શકાય નહીં.દીપિકા ૨૦૧૪થી માનસિક આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનું કામ કરે છે, ત્યારે તેણે પોતે ડિપ્રેશનનો સામનો કરેલો છે. ૨૦૧૫થી તે આ ફાઉન્ડેશન સાથે જોડાયેલી છે.