Kanpur,તા.15,
ક્લબફૂટને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી વિશિષ્ટ બિનનફાકારક સંસ્થા અનુષ્કા ફાઉન્ડેશન સાથે દેશના પાંચ રાજ્યોમાં ક્લબફૂટથી પ્રભાવિત ૧૦,૦૦૦ થી વધુ બાળકોને સહાયરુપ થવા અદાણી સમૂહની સમાજ કલ્યાણ અને વિકાસ પાંખ અદાણી ફાઉન્ડેશને ભાગીદારી કરી છે. વિશ્વ ક્લબફૂટ દિવસ નિમિત્તે ત્રણ વર્ષ માટે જાહેર કરાયેલ આ પહેલ મારફત મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશના ૬૧ જિલ્લાઓમાં સારવારની પહોંચને વિસ્તૃત કરવા સાથે જાહેર આરોગ્ય પ્રણાલીઓને મજબૂત બનાવી લાંબા ગાળાની સંભાળમાં સુધારો કરશે.
ઔપચારિક રીતે આ ભાગીદારીના મંગલાચરણ ઉત્તરપ્રદેશની મહત્વપૂર્ણ જાહેર આરોગ્ય સંભાળ સંસ્થાઓમાંની એક કાનપુરની માન્યાવર કાંશીરામ સંયુક્ત ચિકિત્સાાલય અને ટ્રોમા સેન્ટર ખાતે કરવામાં આવ્યા છે.
અનુષ્કા ફાઉન્ડેશનના ક્લબફૂટ નિર્મિત કાર્યક્રમ સાથે જોડાવાની આ પહેલ દ્વારા સમુદાય સુધીની પહોંચ, ક્લિનિકલ સંભાળ, ક્ષમતા નિર્માણ અને કુટુંબ સહાયને જોડતા મોડેલ દ્વારા ત્રણ વર્ષમાં ૧૦,૦૦૦ થી વધુ બાળકોને સહાય કરાશે.
આ કાર્યક્રમ પાંચ રાજ્યોના ૬૧ જિલ્લાઓમાં ૬૭ જેટલા ક્લબફૂટ ક્લિનિક્સને મજબૂત આધાર આપી ૫૧ આરોગ્ય સંભાળ વ્યાવસાયિકોની ક્ષમતાઓને તાકાતવાન બનાવશે.પ્રારંભિક તપાસ અને રેફરલ સુધારવા માટે ૩૦,000 થી વધુ ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓના અભિગમને વધુ સંવેદનશીલ બનાવશે.
અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે કોઈપણ બાળક ક્લબફૂટ જેવી બીમારીના કારણે પાછળ ન રહેવું જોઈએ. ક્લબફૂટના લક્ષણો જો વહેલા ઓળખાઈ જાય તો તેની સારવાર શક્ય છે. તેમણે કહ્યું હતું કે પ્રત્યેક બાળકને ધિંગા મસ્તી કરવા, શીખવા, ખેલકૂદ અને જીવનને સ્પર્શતી બાબતોમાં સંપૂર્ણ રીતે શામેલ થવાની તક મળવી જોઈએ. અદાણી ફાઉન્ડેશનની ફિલસૂફીના કેન્દ્રમાં ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓ માટે તકો ઉભી કરવી એ પ્રાથમિક લક્ષ્ય રહ્યું છે ત્યારે આ ભાગીદારી તેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. ડો. પ્રીતિ અદાણીએ ઉમેર્યું હતું કે અનુષ્કા ફાઉન્ડેશન ક્લબફૂટથી મુક્ત ભવિષ્યની દીશામાં કામ કરી રહ્યું હોવાથી અમે આ મિશનને આગળ વધારવા માટે અમે સન્માનભાવ અનુભવીએ છીએ.અમારું સહિયારુ ધ્યેય વધુ બાળકોને ગૌરવ, સ્વતંત્રતા અને તેમની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવાની તક સાથે જીવવા સક્ષમ બનાવવાનું છે.
અનુષ્કા ફાઉન્ડેશનના સ્થાપક દીપક પ્રેમનારાયણે જણાવ્યું હતું કે બાળપણની વિકલાંગતાઓમાંનો એક સૌથી વધુ સારવારપાત્ર હોવા છતાં દર વર્ષે હજારો બાળકો આજે પણ સમયસર સંભાળથી વંચિત રહ્યા છે. અદાણી ફાઉન્ડેશન સાથેની આ ભાગીદારી પાંચ રાજ્યોના ૬૧ જિલ્લાઓમાં ગુણવત્તાયુક્ત સારવારની પહોંચને વિસ્તૃત કરવામાં મદદ કરશે એટલું જ નહીં પરંતુ વહેલા નિદાન અને જરુરી સિસ્ટમોને પણ સધ્ધર બનાવશે.
૨૨ રાજ્યોમાં કાર્યરત અને વાર્ષિક ૧૩૩ લાખથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચેલા અદાણી ફાઉન્ડેશનનો ૩૦મો સ્થાપના દિન ૧૧મી ઓગસ્ટ નજીક છે ત્યારે આ પહેલ સમુદાય-કેન્દ્રિત વિકાસ પ્રત્યેની તેની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે., ફાઉન્ડેશનના કાર્યક્રમો આરોગ્યસંભાળ, શિક્ષણ, ટકાઉ આજીવિકા, આબોહવા સ્થિતિસ્થાપકતા અને સમુદાય વિકાસને આવરી લે છે.

