Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી
    • Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું
    • Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ
    • Amreli: ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી
    • CM Bhupendra Patel વિવિધ જિલ્લાઓમાં ૮ નવી જીઆઇડીસીની સ્થાપનાની જાહેરાત કરી
    • Surat: ગુજરાતના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતને હાર્ટ એટેક આવ્યો
    • Ahmedabad: ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા; ૧૬મીએ રથયાત્રા
    • volatility અને નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર પર દબાણ….!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Adani Airports દ્વારા ભારતના પાંચ રાજ્યોમાં ૬૫૫ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા સંકલિત એરપોર્ટ સિટી ડેવલપમેન્ટનું અનાવરણ
    અન્ય રાજ્યો

    Adani Airports દ્વારા ભારતના પાંચ રાજ્યોમાં ૬૫૫ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા સંકલિત એરપોર્ટ સિટી ડેવલપમેન્ટનું અનાવરણ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.29

    ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી એરપોર્ટ સિટી લિ. (AACL) એ તેના એરપોર્ટ માળખામાં સંકલિત એરપોર્ટ શહેરો વિકસાવવા માટે એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો છે, જે નિરંતર રીતે જોડાયેલા અને આસપાસ આવેલા શહેરી જિલ્લાઓમાં આતિથ્ય, છૂટક વેપાર  મનોરંજન, સંમેલનોની સવલત અને વાણિજ્યિક માળખાને એકસાથે લાવે છે.

    રુ.૨૦,૦૦૦ કરોડથી વધુના રોકાણનું પ્રતિનિધિત્વ કરતા આ વિકાસ પ્રથમ તબક્કામાં મુંબઈ, નવી મુંબઈ, અમદાવાદ, લખનૌ, જયપુર અને ગુવાહાટીમાં આશરે ૨૨ મિલિયન ચોરસ ફૂટનો વિકાસ કરવામાં આવશે.

    આ વિકાસમાં પાંચ રાજ્યોના છ એરપોર્ટની ૬૫૫ એકરથી વધુ જમીન સામેલ છે, જેમાં ફક્ત મુંબઈ અને નવી મુંબઈની લગભગ ૪૪૦ એકર જમીનનો સમાવેશ થાય છે. પ્રસ્તાવિત રોકાણનો લગભગ ૭૦ ટકા હિસ્સો મુંબઈ અને નવી મુંબઈમાં કેન્દ્રિત હશે, જે ભારતના અગ્રણી વ્યાપારી, નાણાકીય અને ઉડ્ડયનના પ્રવેશદ્વાર તરીકે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) ની સ્થિતિનું મહત્વ દર્શાવે  છે.

    એરપોર્ટ, મેટ્રો અને શહેર પરિવહન માળખા સાથે એકીકૃત વાતાવરણમાં હોટલ, ઓફિસ, રિટેલ, ડાઇનિંગ, મનોરંજન અને સંમેલન સુવિધાઓનો મુસાફરો, વ્યવસાયિકો અને સ્થાનિક સમુદાયો ઉપયોગ કરી શકે તે હેતુથી વિકાસને સંકલિત, યોગ્ય શહેરી જિલ્લાઓ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

    અદાણી એરપોર્ટસ હલ્ડીંગ્સના ડિરેક્ટર શ્રી જીત અદાણીએ જણાવ્યું હતું કે “વિશ્વભરમાં, સૌથી સફળ એરપોર્ટ જિલ્લાઓ વાણિજ્ય, પર્યટન અને શહેરી વિકાસના કેન્દ્રો બની રહેવા સાથે ભારતનું ઉડ્ડયન બજાર વિસ્તરી રહ્યું છે ત્યારે એરપોર્ટ્સ પાસે ઉડ્ડયનથી પણ વધુ મૂલ્યનું ઉપાર્જન કરવાની તક છે. તેમણે કહ્યું હતું કે અમે એરપોર્ટ્સ રોકાણ, રોજગાર, વધુ સારા મુસાફરોના અનુભવો અને તેઓ જે શહેરોને સેવા આપે છે તેના લાંબા ગાળાના વિકાસ માટે ઉત્પ્રેરક બને તેવું સંકલિત શહેરી સ્થળોના માળખાનું નિર્માણ કરી રહ્યા છીએ.

    સિંગાપોરના ચાંગી, દુબઈ ઇન્ટરનેશનલ, એમ્સ્ટરડેમના શિફોલ અને સિઓલના ઇન્ચેઓન જેવા વૈશ્વિક સ્તરે સફળ નિવડેલા એરપોર્ટ જિલ્લાઓથી પ્રેરિત થઇ હાથ ધરવામાં આવનાર આ વિકાસ કામગીરી ભારતના ઝડપથી વિસ્તરતા ઉડ્ડયન બજારમાં એરપોર્ટ-સંચાલિત વિકાસ મોડેલ લાવશે.

    શ્રી જીતે કહ્યું હતું કે વિશ્વના ટોચના ડિઝાઇન અને એન્જિનિયરિંગ ક્ષેત્રના ભાગીદારો સાથે ડિઝાઇન કરવામાં આવી રહેલો આ વિકાસ કાર્યક્રમ આતિથ્ય, છૂટક વેપારી કામકાજ, કચેરીઓ અને મનોરંજન ક્ષેત્રમાં ઉભરતા વલણોથી માહિતગાર રહી કરવામાં આવી રહ્યા છે. શ્રી અદાણીએ ઉમેર્યું હતું કે અમારો ઉદ્દેશ્ય કનેક્ટિવિટીને અનુભવ સાથે જોડે, આર્થિક પ્રવૃત્તિ, રોજગાર અને તેમની આસપાસના સમુદાયો માટે લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરે એવા જીવંત જિલ્લાઓનું નિર્માણ કરવાનો છે.

    એરપોર્ટ સિટી મોડેલ કનેક્ટિવિટી અને અનુભવ પર આધારિત આ કાર્યક્રમ પરંપરાગત રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટથી વિપરીત છે.એકલદોકલ વિકાસ કરવાને બદલે જિલ્લાઓને એરપોર્ટ ઇકોસિસ્ટમના કુદરતી વિસ્તરણ તરીકે વિકાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એક જ માસ્ટર-પ્લાન્ડેડ વાતાવરણમાં વિવિધ સુવિધાઓને એકીકૃત કરીને, હાથ ધરાનારા વિકાસનો હેતુ આસપાસના શહેરોના આર્થિક જીવન ક્ષમતામાં યોગદાન આપતા ગતિશીલ સ્થળો બનાવવાનો છે.

    આ પહેલના ભાગ રૂપે કંપનીએ પાંચ લક્ઝરી અને પ્રીમિયમ હોટલ માટે IHG હોટેલ્સ અને રિસોર્ટ્સ સાથે હોટેલ મેનેજમેન્ટ કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં ભારતમાં કિમ્પ્ટન બ્રાન્ડનો પ્રારંભ પણ સામેલ છે. કંપની હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ, રિટેલ અને મનોરંજનમાં અગ્રણી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે પણ જોડાઈ રહી છે.

    સસ્ટેનેબિલિટી આધારિત આ કાર્યક્રમ હેઠળના એરપોર્ટ સિટીના તમામ પ્રકલ્પોને યુ.એસ. ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા લીડરશીપ ઇન એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટલ ડિઝાઇન માટે ગોલ્ડ પ્રી-સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે, જે સંસાધન કાર્યક્ષમતા, ટકાઉ ડિઝાઇન, ચાલવા યોગ્ય અને ઉચ્ચ-ગુણવત્તાવાળા જાહેર સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

    આ કાર્યક્રમના અનાવરણ પ્રસંગે અદાણી એરપોર્ટ સિટી લિ. એ માસ્ટર પ્લાનિંગ અને આર્કિટેક્ચરમાં તેના સહયોગીઓ કોહન પેડરસન ફોક્સ (KPF), બેનોય અને ઝ્નેરા સ્પેસ; બાંધકામ, ડિઝાઇન અને નિર્માણ સાથે સંકળાયેલા લાર્સન એન્ડ ટુબ્રો,ટાટા પ્રોજેક્ટ્સ લિ. અને પીએસપી પ્રોજેક્ટ્સ લિ. અને કન્સલ્ટિંગ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલ CBRE, JLL અને કુશમેન એન્ડ વેકફિલ્ડનું સન્માન કર્યું  હતું.

    Adani Airports five states in India
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026
    વ્યાપાર

    volatility અને નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર પર દબાણ….!!!

    June 29, 2026
    અન્ય રાજ્યો

    Saranમાં ડબલ મર્ડર કેસના એક સાક્ષીની ગોળી મારીને હત્યા કરવામાં આવી; ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તો બ્લોક કરી દીધો

    June 29, 2026
    અન્ય રાજ્યો

    Pune: ૬૫ વર્ષના એક વૃદ્ધે ૩ વર્ષની બાળકી પર દુસ્કર્મ કર્યો, ૨ મહિનાની અંદર તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી

    June 29, 2026
    અન્ય રાજ્યો

    જો ’ચક્ર’ ચાલુ રહેશે, તો રમખાણો થશે, તેથી જનતાએ તેને પંચર કર્યું.” તેમણે સપા અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા,CM Yogi

    June 29, 2026
    વ્યાપાર

    Gautam Adani નું વાર્ષિક સામાન્ય સભાને સંબોધન

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026

    Amreli: ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી

    June 29, 2026

    CM Bhupendra Patel વિવિધ જિલ્લાઓમાં ૮ નવી જીઆઇડીસીની સ્થાપનાની જાહેરાત કરી

    June 29, 2026

    Surat: ગુજરાતના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતને હાર્ટ એટેક આવ્યો

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.