Paris (ફ્રાન્સ), તા.19
વડાપ્રધાન મોદીનો ફ્રાન્સનો પ્રવાસ પુરો થવા પર ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ તેમને સરપ્રાઇઝ આપી છે. મેક્રોએ પીએમ મોદી માટે હિન્દીમાં ખાસ વિદેશ સંદેશ રેકોર્ડ કર્યો.
ફ્રાન્સીસી રાષ્ટ્રપતિના વડાપ્રધાન મોદીને ભારતીય ભાષામાં સંબોધિત કરવાની કોશિશે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ મેસેજ ત્યારે આપવામાં આવ્યો જ્યારે પીએમ મોદી ફ્રાન્સની યાત્રા પુરી કરી રહ્યા હતા.
હિન્દીમાં મેક્રોનો સંદેશ
મેક્રોએ હિન્દીમાં કહ્યું, પ્રિય મિત્ર નરેન્દ્ર, મને ઘણી ખુશી છે કે આપ પેરિસમાં છો. અહીં આપનું સ્વાગત કરતાં મને ખૂબ જ ખુશી થઇ રહી છે. ભારત અને ફ્રાન્સની દોસ્તી અમર રહે.
ત્યારબાદ મેક્રોએ સ્મિત કર્યું પછી આગળની વાત અંગ્રેજીમાં કરી. તેમણે કહ્યું હતું કે આશા છે કે મારી હિન્દી સાચી હતી. પરંતુ મારા પ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હું આપની દોસ્તી માટે દિલથી ધન્યવાદ આપવા ઇચ્છું છું.
પીએમ મોદીને બતાવ્યા સાચા મિત્ર
મેક્રોએ આગળ કહ્યું કે ફ્રાન્સ આપને પ્રેમ કરે છે. મને ઘણી ખુશી છે કે આપ અહીં છો અને દિલ્હી પાછા ફરતા પહેલા આટલા બધા મિત્રો સાથે સમય વીતાવી રહ્યા છો. હું આગામી ફેબ્રુઆરીએ બારત આવીશ પરંતુ આપ દ્વારા સાચા `મિત્ર છો, અમે આપને પ્રેમ કરીએ, આપ આપનો ખ્યાલ રાખજો.’
પીએમ મોદીએ પેરિસમાં વિવાટેકમાં ભાગ લીધો
આ પહેલા વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોએ પેરિસમાં આયોજિત વિવાટેક-2026માં ભાગ લીધો હતો. જે યુરોપનું સૌથી મોટું ટેકનોલોજી સ્ટાર્ટઅપ માનવામાં આવે છે.

