કરીના -પૃથ્વીરાજની જોડીની પહેલી ફિલ્મ
અગાઉ કાસ્ટિંગમાં ફેરફારને કારણે ફિલ્મનું શૂટિંગ શિડયૂલ ખોરવાઈ ગયું હતું
Mumbai,તા.19
મેઘના ગુલઝારની થ્રીલર દાયરાની રિલિઝ ડેટ નક્કી થઇ ચૂકી છે. ૧૮ સપ્ટેમ્બરે થિયેટર્સમાં રજૂ થનારી આ ફિલ્મમાં કરીના કપૂર ખાને પહેલીવાર સાઉથના સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારન સાથે જોડી જમાવી છે.દાયરાનું પ્રમોશન પણ અલગ પ્રકારે કરવામાં આવશે તેવા સંકેતો મળ્યા છે. તેની જે સામગ્રી દર્શાવવામાં આવી છે તેમાં હીરો-હીરોઇન પર ભાર મુકવાને બદલે થ્રીલરના માહોલને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે.
હૈદરાબાદ રેપ કેસ પર બનેલી મનાતી આ ફિલ્મમાં અગાઉ આયુષમાન ખુરાના કામ કરવાનો હતો. પરંતુ તેણે ફિલ્મ છોડી દીધી હતી. કાસ્ટિંગમાં ફેરફાર સહિતનાં કારણોને લીધે ફિલ્મનું શૂટિંગ ઠેલાતું રહ્યું હતું. કરીના કપૂર અને પૃથ્વીરાજ બે અલગ અલગ ફિલ્મી વાતાવરણમાંથી આવે છે. બંને તેમના ક્ષેત્રમાં સફળ એક્ટર છે. જેને કારણે તેમના દર્શકોમાં એક ઇન્તેઝારી છવાયેલી છે.

