(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૦
પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. Morbi તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની પ્રવૃતિને અંકુશમાં લાવવા દારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ તેજશ મનુભાઈ વહેરા રહે ઋષભ સોસાયટી પાસે, મહાવીર સોસાયટી મોરબી ૨ વાળાનું પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેથી મોરબી તાલુકા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તેજસ વહેરાને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી ભાવનગર જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો હતો

