(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૦
ચાચાપર ગામ નજીક આવેલ ફેકટરીમાં જમ્યા બાદ ઉલટી થતા ૨૭ વર્ષના યુવાનનું મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
Morbi તાલુકાના ચાચાપર ગામે આવેલ એક્યુરા પોલીપેક લેબર કોલોનીમાં રહીને કામ કરતા સેતાનભાઈ વેલ્સિંગભાઈ ડામોર (ઉ.વ.૨૭) નામનો યુવાન ગત તા. ૧૯ ના રોજ રાત્રીના અગિયારથી બારેક વાગ્યાના અરસામાં જમીને ઉભા થયા બાદ અચાનક ઉલટી થવા લાગી હતી અને યુવાનનું મોત થયું હતું જેથી મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

