Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી
    • Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું
    • Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ
    • Amreli: ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી
    • CM Bhupendra Patel વિવિધ જિલ્લાઓમાં ૮ નવી જીઆઇડીસીની સ્થાપનાની જાહેરાત કરી
    • Surat: ગુજરાતના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતને હાર્ટ એટેક આવ્યો
    • Ahmedabad: ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા; ૧૬મીએ રથયાત્રા
    • volatility અને નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર પર દબાણ….!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Gautam Adani નું વાર્ષિક સામાન્ય સભાને સંબોધન
    વ્યાપાર

    Gautam Adani નું વાર્ષિક સામાન્ય સભાને સંબોધન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.29

    સમૂહના ઇતિહાસમાં કેટલાક વર્ષો એવા હોય છે જે સીમાચિહ્નોથી વિશેષ હોવા સાથે તે નિર્ણાયક વર્ષો બની જાય છે – જે વર્ષો વિશ્વાસની શક્તિ પુરવાર કરે છે, જે વર્ષો સ્થિતિસ્થાપકતાની શક્તિ દર્શાવે છે,  આ વર્ષો સ્પષ્ટતાની વાટ જોનારાઓ અને અસ્થિરતામાંથી નિર્માણ કરનારાઓ વચ્ચેનો ફરક દર્શાવે છે.

    નાણા વર્ષ ૨૦૨૫-૨૬ આપના અદાણી સમૂહ માટે એક એવું વર્ષ હતું.

    જેમાં વિશ્વ વધુ વિભાજીત થયું, જટિલ ઊર્જા સુરક્ષા મોડેલો રાષ્ટ્રીય વ્યૂહરચનાના કેન્દ્રમાં પરત ફર્યા અને ટેકનોલોજી સાર્વભૌમત્વથી અવિભાજ્ય બની ગઈ. અલબત્ત,  આ પડકારોનો સામનો કરવા છતાં આપ સહુનો અદાણી સમૂહ એક અટલ શ્રધ્ધા  ઉપર સ્થિર રહ્યું દોસ્તો,  ભારતનું ભવિષ્ય રાહ જોઈ શકતું નથી.

    અન્ય લોકો ચર્ચા કરી રહ્યા હતા ત્યારે ઉર્જા, પરિવહન, લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક ઉત્પાદનમાં વિશ્વના સૌથી સંકલિત માળખાગત પ્લેટફોર્મ તરીકે આપના સમૂહે તેની યાત્રાને આગળ ધપાવી.

    આપણા માટે આ પ્રગતિ શાંત પરિસ્થિતિઓમાં થઇ ન હતી. પણ તે અસાધારણ ચકાસણીની વચ્ચે આવી હતી.

    જો કે, ના તો આપણે ઝૂક્યા કે ના તો આપણે થોભ્યા. કારણ કે આપણે હંમેશા આપણી આસપાસના કોલાહલ નહીં, પરંતુ આપણી પ્રતિકાર શક્તિથી વ્યાખ્યાયિત થયા છીએ.

    પડકારની તીવ્રતા નહીં, પરંતુ આપણા લક્ષ્યની સ્પષ્ટતા.

    ટીકા નહીં પણ રાષ્ટ્ર નિર્માણમાં આપણે જે વિશ્વાસ રાખીએ છીએ.

    આ ભરોસાનું એક ઉત્તમ ઉદાહરણ દોહરાવું તો વર્ષના આરંભે આપણો રુ.૨૫,000 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ હતો. આ બાબતને ફક્ત એક મૂડી ઘટના કરતાં મેં તેને આપણી વિશ્વસનીયતા પર લોકમત તરીકે નિહાળી.

    તે ભારતીય કં૫નીઓના ઇતિહાસમાં સૌથી વિરાટ રાઇટ્સ ઇશ્યૂમાંનો એક હતો એક એવા સમયે જ્યારે કેટલાક લોકોએ શંકા પેદા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે આપ સહુનો પ્રતિભાવ ખૂબ જ સ્પષ્ટ હતો. આપે ખાતરીબધ્ધ જોરદાર સહભાગી બની જવાબ આપ્યો અને ભારતના નિર્માણની રફતાર ચાલુ રાખવામાં મદદ કરવા માટે આપે અમને આદેશ આપ્યો.

    રાષ્ટ્ર નિર્માણની આ ભાવનાને સાચા અર્થમાં અભિવ્યક્ત કરવા આ વર્ષે મારા સંબોધનનો વિષય – ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવો, બુદ્ધિનો લાભ લેવા આસપાસ કેન્દ્રિત રાખ્યો છે.

    હવે આ બે અલગ પ્રાથમિકતાઓ નહી પણ તે ભારતની તાકાતને આકાર આપી ભારતના સાર્વભૌમત્વને સુરક્ષિત કરનારા અને આ સદીની નિર્ણાયક શક્તિઓમાંની એક બનવાની ભારતની યાત્રાને વેગવંતી કરનારા બે વૈશ્વિક એન્જિન છે.

    રાષ્ટ્રીય વિકાસને શક્ય બનાવતું આમાનું પહેલું એન્જિન  આંતરમાળખું, રસ્તાઓ, બંદરો, એરપોર્ટ, ટ્રાન્સમિશન લાઇન, પાવર પ્લાન્ટ, રિન્યુએબલ પાર્ક, ગેસ નેટવર્ક, લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ, સિમેન્ટની ઉત્પાદન ક્ષમતા, જળ પ્રણાલીઓ અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમ છે.

    અને ઇન્ટેલિજન્સ, ડેટા સેન્ટર્સ, AI નો ઉપયોગ, ઓટોમેશન, આગાહી સિસ્ટમ્સ, ડિજિટલ પ્લેટફોર્મ, રીઅલ-ટાઇમ એનાલિટિક્સ અને યંત્ર આધારીત-નેતૃત્વના નિર્ણયને પ્રચંડ સમર્થન આપતું બીજું એન્જિન જે તમામ સંપત્તિને વધુ પ્રતિભાવલક્ષી  બનાવે છે.

    આંતરમાળખું એક રાષ્ટ્રને તાકાત આપે છે.

    ઇન્ટેલિજન્સ એક રાષ્ટ્રને નિપુણતા બક્ષે  છે.

    આજે, આ બંને અવિભાજ્ય તાકાત તરીકે ઉભરી રહ્યા છે.

    આપણી કંપ્ની હવે ખૂબ જ ઓછી વૈશ્વિક કંપનીઓમાંની એક છે જે ભવિષ્યની પ્રતિક્રિયા આપી રહી નથી પરંતુ તેના માટે સજ્જ છે. હકીકત એ છે કે આપણે વર્ષોથી આ દિવસ માટે સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છીએ. જ્યાં ભૂ-રાજકીય ઉણપો વધુ ઘેરી બનશે, પુરવઠા શૃંખલાઓ વિભાજીત થશે અને ઊર્જા સુરક્ષા વ્યૂહાત્મક પ્રાથમિકતા તરીકે પાછી આવશે એવું વિશ્વ એક નવા યુગમાં પ્રવેશી રહ્યાનું શરૂઆતમાં આપણે જોયું હતું અને આપણે એવું પણ નિહાળ્યું હતું કે ટેકનોલોજીકલ નેતૃત્વ અને સાર્વભૌમત્વ માટેની સ્પર્ધા મહત્વાકાંક્ષા દ્વારા નહીં, પરંતુ માળખાગત સુવિધાઓ દ્વારા મર્યાદિત હશે.

    મને વધુ વિગતવાર કહું તો,

    આપણા માળખાગત ભાગોને આપણી તાકાત કેવી રીતે જોડે છે તેમાં સમાયેલી છે. ખાણકામ અને વીજળી ઉત્પાદનથી લઈને ટ્રાન્સમિશન અને વિતરણ, બંદરો અને લોજિસ્ટિક્સથી લઈને ડેટા સેન્ટરો અને પરિપૂર્ણતા કેન્દ્રો અને રસ્તાઓથી લઈને પાણી સુધી બુદ્ધિના યુગને શક્તિ આપવા માટે આપણી પાસે જરૂરી માળખાગત સુવિધાઓના દરેક મહત્વપૂર્ણ સ્તરને જોડવાની ભરપૂર ક્ષમતા છે.

    આપણે જે ગતિએ નિર્માણ કરી રહ્યા છીએ તે તેના કદને કેદ કરે છે તેના વિષે થોડી આંકડાકીય વિગતોથી શરૂઆત કરું તો વિત્ત વર્ષ ૨૫-૨૬ માં આપણે હાર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. ૧. લાખ કરોડથી વધુનું વિક્રમી મૂડી રોકાણ કર્યું. તેના પરિપ્રેક્ષ્યમાં ભારતના કુલ નવા ખાનગી-ક્ષેત્રના મૂડી ખર્ચના ૩૦% થી વધુનું આ વર્ષ  પ્રતિનિધિત્વ કરે છે.

    એક નાણાકીય સંખ્યા કરતાં આપણા માટે આ સવિશેષ છે. તે શ્રધ્ધાનું નિવેદન છે.  રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો આનાથી વધુ કોઈ મજબૂત પુરાવો હોઈ શકે નહીં, બીજું, ભારતના આગામી અધ્યાયને પ્રચંડ બળ આપતી માળખાગત સુવિધાઓમાં સતત રોકાણ કરવાનો આપણો અભિગમથી વિશેષ મજબૂત પુરાવો હોઈ શકે નહીં.

    છેલ્લા વર્ષમાં આપણે શું યોગદાન આપયું તેના કેટલાક મૂર્ત ઉદાહરણો આપું તો,

    અદાણી એનર્જી સોલ્યુશન્સમાં, આપણી ટ્રાન્સમિશન ઓર્ડર બુક વધીને રૂ. ૭૨,૦૦૦ કરોડે પહોંચી છે. ખાવડામાં આપણે સાઉથ ઓલપાડ HVDC લાઇન સહિત અનેક મોટા પ્રકલ્પો સુરક્ષિત કર્યા, જે HVDCની પુરવાર થયેલી ક્ષમતા ધરાવતા ભારતના એકમાત્ર ખાનગી ક્ષેત્રના ખેલાડી તરીકેની આપણી સ્થિતિને મજબૂત ઉંચાઇએ મૂકે છે.

    અદાણી પાવરમાં આગામી પાંચ વર્ષમાં ૪૫ ગીગવોટની ક્ષમતાને આંબવાના લક્ષ્ય સાથે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો ખાનગી ક્ષેત્રનો રુ.૨ લાખ કરોડથી વધુનો પાવર કેપેક્સ કાર્યક્રમનો આપણે અમલ કરી રહ્યા છીએ.

    ભૂતાન સરકારના ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન (DGPC) સાથે ભાગીદારી કરવાનું પણ આપણને ગૌરવ છે. આ ભાગીદારીના ભાગ રૂપે અદાણી ગ્રુપ અને DGPC ભૂતાનમાં સાથે મળી ૫,000 મેગાવોટની ક્ષમતાનો હાઇડ્રોપાવર પ્રકલ્પ વિકસાવશે.

    અદાણી એટોમિક એનર્જી મારફત પરમાણુ ઊર્જામાં આપણું પદાર્પણ ભારતના લાંબા ગાળાના ઊર્જા ભવિષ્યને સુરક્ષિત કરવા તરફનું એક વધુ આત્મવિશ્વાસભર્યું પગલું છે. આ માટે જમીન નિશ્ચિત થઇ ગઇ છે. ચોવીસ કલાક સ્વચ્છ વીજળીની વધતી જતી રાષ્ટ્રીય માંગને પૂર્ણ કરવા માટે ૨૦૩૫ સુધીમાં ૧૦ ગીગાવોટની લક્ષ્યાંકિત ક્ષમતા હાંસલ કરવા માટે આગોતરું આયોજન કરી રહ્યા છીએ.

    અદાણી ટોટલ ગેસએ, આપણે ૧૧ લાખથી વધુ આવાસોને પાઇપ્ડ નેચરલ ગેસથી આવરી લેવાનું મહત્વપૂર્ણ સીમાચિહ્ન વટાવ્યું છે. સાંપ્રત સમયની ભૂ-રાજકીય પરિસ્થિતિને ધ્યાને લઇ વધુ સુલભ ગેસની ભારતની વધતી માંગને પહોંચી વળવા માટે આપણા PNG પ્રકલ્પોને આપણે વધુ વેગવાન કરી રહ્યા છીએ.

    કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સની વાત કરું તો, નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં અદાણી પોર્ટ્સે ૫૦૦ મિલિયન ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરી રાષ્ટ્ર માટે એક અજોડ બેન્ચમાર્ક સ્થાપ્યો છે. ૨૦૩૦ સુધીમાં એક અબજ ટન કાર્ગોનું સંચાલન કરવાની સ્પષ્ટ દિશા દોરી છે.

    Gautam Adani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026
    વ્યાપાર

    volatility અને નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર પર દબાણ….!!!

    June 29, 2026
    અન્ય રાજ્યો

    Saranમાં ડબલ મર્ડર કેસના એક સાક્ષીની ગોળી મારીને હત્યા કરવામાં આવી; ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તો બ્લોક કરી દીધો

    June 29, 2026
    અન્ય રાજ્યો

    Pune: ૬૫ વર્ષના એક વૃદ્ધે ૩ વર્ષની બાળકી પર દુસ્કર્મ કર્યો, ૨ મહિનાની અંદર તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી

    June 29, 2026
    અન્ય રાજ્યો

    જો ’ચક્ર’ ચાલુ રહેશે, તો રમખાણો થશે, તેથી જનતાએ તેને પંચર કર્યું.” તેમણે સપા અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા,CM Yogi

    June 29, 2026
    અન્ય રાજ્યો

    Adani Airports દ્વારા ભારતના પાંચ રાજ્યોમાં ૬૫૫ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા સંકલિત એરપોર્ટ સિટી ડેવલપમેન્ટનું અનાવરણ

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026

    Amreli: ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી

    June 29, 2026

    CM Bhupendra Patel વિવિધ જિલ્લાઓમાં ૮ નવી જીઆઇડીસીની સ્થાપનાની જાહેરાત કરી

    June 29, 2026

    Surat: ગુજરાતના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતને હાર્ટ એટેક આવ્યો

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.