Gondal, તા.18
ગોંડલ થી પંદર કી.મી.દુર આવેલું બે હજાર ની વસ્તી ધરાવતા વેજાગામમાં બે કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતા ગામની સ્થિતિ જળબંબાકાર બની હતી. ભારે વરસાદને પગલે ગામની નદીમાં ઘોડાપુર આવ્યુ હતું. વેજાગામનાં સરપંચ જીતુભાઇ ભાલાળા નાં જણાવ્યા મુજબ માત્ર બે કલાકમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.ગામની હાલત જળબંબાકાર બની હતી.વરસાદને કારણે મગફળીનાં પાથરા તણાયા હતા અને ખેતરોનું ધોવાણ થયુ હતુ.ગામમાં આવેલા એરટેલ નાં ટાવર પર વિજળી પડી હતી.કપાસ સહિતનાં પાકને વરસાદ ને કારણે પારાવાર નુકસાન થયુ છે.સરપંચ દ્વારા નુકસાની અંગે સહાય ની માંગ કરાઇ છે.
Trending
- Nifty Future ૨૪૬૭૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- 04 સપ્ટેમ્બર નું પંચાંગ
- 04 સપ્ટેમ્બર નું રાશિફળ
- 8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર
- Tata Group નો વધુ એક IPO : માસાંત સુધીમાં ટાટા કેપિટલનો ઇશ્યુ આવશે
- Gold 10 ગ્રામે રૂા.1600ના ઉછાળાથી ભાવ 1,09,200
- Akhnoor માં મધરાત્રે વાદળ ફાટયું : 200થી વધુ ઘર જલમગ્ન