Mumbai,તા.25
ઈઝરાયેલ-હિઝબુલ્લા વચ્ચે યુદ્વ વકરતાં અને ઈરાન પર ગમે તે ઘડીએ ઈઝરાયેલ વળતો પ્રહાર કરે એવા અહેવાલોએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં ક્રુડ ઓઈલના ભાવ ઉછળતાં અને બીજી તરફ ચાઈના, રશીયા, ભારત સહિતના બ્રિક્સ દેશોની મીટિંગ બાદ પશ્ચિમી દેશો અને એશીયાના દેશો વચ્ચે ઘર્ષણની શકયતાએ વૈશ્વિક બજારોમાં નરમાઈ સાથે ભારતીય શેર બજારોમાં પણ સાવચેતી રહી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની અવિરત શેરોમાં વેચવાલી ચાલુ રહ્યા સામે લોકલ ફંડો, મ્યુચ્યુઅલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી સામે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો (એચએનઆઈ) મ્યુચ્યુઅલ ફંડોમાંથી રોકાણ પાછું ખેંચવા લાગતાં રિડમ્પશનનું પ્રેશર શરૂ થઈ જતાં શેરોમાં ફરી ઉછાળે વેચવાલી વધી હતી.
ઈન્ટ્રા-ડે સેન્સેક્સ ૮૦૦૦૦ની સપાટી ગુમાવી ૭૯૮૧૩ અને નિફટી ૨૪૩૪૧ સુધી ઘટયા
હિન્દુસ્તાન યુનિલિવરના ગઈકાલે જાહેર થયેલા નબળા પરિણામે આજે આરંભથી જ એફએમસીજી શેરોમાં ઓફલોડિંગ થતાં અને ઓટોમોબાઈલ, આઈટી શેરોમાં વેચવાલી થઈ હતી. અલબત પસંદગીના બેંકિંગ, સિમેન્ટ, પાવર શેરોમાં આકર્ષણે ઘટાડો મર્યાદિત બની બે-તરફી વધઘટમાં સેન્સેક્સ નીચામાં ૭૯૮૧૩.૦૨ અને ઉપરમાં ૮૦૨૫૯.૮૨ સુધી જઈ અંતે ૧૬.૮૨ પોઈન્ટ ઘટીને ૮૦૦૬૫.૧૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ નીચામાં ૨૪૩૪૧.૨૦ અને ઉપરમાં ૨૪૪૮૦.૬૫ સુધી જઈ અંતે ૩૬.૧૦ પોઈન્ટ ઘટીને ૨૪૩૯૯.૪૦ બંધ રહ્યા હતા. એફએમસીજી શેરો સાથે ફંડોની સ્મોલ કેપ શેરોમાં ફરી મોટી વેચવાલી થતાં ઘણા શેરોના ભાવો ઘટી આવ્યા હતા. અલબત પસંદગીના હેલ્થકેર, ઓઈલ-ગેસ, પીએસયુ શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં વેલ્યુબાઈંગ : સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક, એક્સિસ બેંકમાં આકર્ષણ
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ઘટાડે ફંડોનું વેલ્યુબાઈંગ થયું હતું. બેંક ઓફ બરોડા રૂ.૬.૫૫ વધીને રૂ.૨૪૪.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૦૫ વધીને રૂ.૭૯૫, એચડીએફસી બેંક રૂ.૧૪.૪૦ વધીને રૂ.૧૭૫૦.૧૦, એક્સિસ બેંક રૂ.૭.૪૫ વધીને રૂ.૧૧૬૭.૯૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૬.૭૫ વધીને રૂ.૧૨૭૮.૯૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૧૭.૧૪ પોઈન્ટ વધીને ૫૮૫૨૨.૮૪ બંધ રહ્યો હતો.
કેર રેટિંગ્સ રૂ.૨૩૫ ઉછળી રૂ.૧૪૦૯ : અબાન, આઈડીબીઆઈ, ક્રિસિલ, પીએનબી ગિલ્ટસમાં તેજી
ફાઈનાન્શિયલ શેરોમાં કેર રેટિંગ્સ રૂ.૨૩૪.૮૫ ઉછળી રૂ.૧૪૦૯.૧૫, આઈડીબીઆઈ બેંક રૂ.૩.૩૫ વધીને રૂ.૮૧.૩૫, અબાન હોલ્ડિંગ્સ રૂ.૧૪.૨૫ વધીને રૂ.૩૯૩.૪૫, પીએનબી ગિલ્ટ્સ રૂ.૩.૭૫ વધીને રૂ.૧૧૬.૯૦, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન રૂ.૧૪.૩૫ વધીને રૂ.૪૫૨.૫૫, આરઈસી રૂ.૧૬.૫૦ વધીને રૂ.૫૨૨, ક્રિસિલ રૂ.૧૫૨.૧૫ વધીને રૂ.૫૦૭૭.૩૦, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ રૂ.૨૧.૩૫ વધીને રૂ.૭૬૮.૧૦, વન ૯૭ પેટીએમ રૂ.૧૯.૪૦ વધીને રૂ.૭૬૪.૪૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૪૬ વધીને રૂ.૬૮.૦૫, સીએસબી બેંક રૂ.૬.૪૦ વધીને રૂ.૩૦૯.૩૦ રહ્યા હતા.
હિન્દુસ્તાન યુનિલિવર નબળા પરિણામે રૂ.૧૫૫ તૂટયો : એલટી ફૂડ્સ, ગોડફ્રે ફિલિપ, ગોકુલ એગ્રો ગબડયા
એફએમસીજી શેરોમાં આજે હિન્દુસ્તાન યુનિલિવરનો ત્રિમાસિક નફો પાંચ ટકા ઘટીને આવતાં વેચવાલી રહી હતી. શેર રૂ.૧૫૫.૦૫ તૂટીને રૂ.૨૫૦૨.૯૫ રહ્યો હતો. જ્યારે એલટી ફૂડ્સ રૂ.૫૪.૮૦ ઘટીને રૂ.૩૫૦.૫૦, ગોડફ્રે ફિલિપ રૂ.૩૫૭.૫૦ તૂટીને રૂ.૬૪૮૮.૭૫, સુખજીત સ્ટાર્ચ રૂ.૨૭.૭૫ ઘટીને રૂ.૫૨૭.૧૫, ગોકુલ એગ્રો રૂ.૧૨.૧૫ ઘટીને રૂ.૨૫૭.૬૦, ઈમામી રૂ.૨૬.૫૫ ઘટીને રૂ.૬૪૦.૪૦, ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૫.૦૫ ઘટીને રૂ.૨૬૦૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૬૭.૧૦ ઘટીને રૂ.૨૨૬૦, કોલગેટ પામોલિવ ઈન્ડિયા રૂ.૧૦૧.૪૫ ઘટીને રૂ.૩૨૩૨.૬૫, દાલમિયા સુગર રૂ.૧૪.૯૦ ઘટીને રૂ.૪૫૨.૯૫, વરૂણ બિવરેજીસ રૂ.૧૯.૫૫ ઘટીને રૂ.૬૦૯.૨૫, જીલેટ ઈન્ડિયા રૂ.૨૫૨.૨૦ ઘટીને રૂ.૮૨૫૦, આઈટીસી રૂ.૮.૭૦ ઘટીને રૂ.૪૭૧.૮૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૫૮૨.૬૪ પોઈન્ટ ઘટીને ૨૧૨૯૪.૦૭ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ફરી પ્રોફિટ બુકિંગ : હ્યુન્ડાઈ મોટર, ટીવીએસ, બજાજ ઓટો, એમઆરએફ, મારૂતી ઘટયા
ઓટોમોબાઈલ શેરોમાં આજે ફરી ફંડોની નફારૂપી વેચવાલી વધી હતી. હ્યુન્ડાઈ મોટર રૂ.૨૫.૬૫ ઘટીને રૂ.૧૮૭૨.૨૦, ટીવીએસ મોટર રૂ.૮૨.૭૫ ઘટીને રૂ.૨૪૮૨.૪૦, બજાજ ઓટો રૂ.૨૭૪.૬૫ ઘટીને રૂ.૧૦,૩૦૦.૪૦, મધરસન રૂ.૪.૬૫ ઘટીને રૂ.૧૯૨.૭૫, મારૂતી સુઝુકી રૂ.૧૯૩.૧૫ ઘટીને રૂ.૧૧,૭૭૦, એમઆરએફ રૂ.૧૪૭૦ ઘટીને રૂ.૧,૨૪,૦૩૦, હીરો મોટોકોર્પ રૂ.૩૮.૧૫ ઘટીને રૂ.૫૧૧૫.૦૫, બોશ રૂ.૨૧૩.૩૦ ઘટીને રૂ.૩૬,૦૧૨.૬૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૨૦.૫૫ પોઈન્ટ ઘટીને ૫૫૩૩૦.૫૩ બંધ રહ્યો હતો.
પિરામલ ફાર્મા રૂ.૪૦ ઉછળી રૂ.૨૫૬ : એસ્ટર ડીએમ, સિન્જેન, આરતી ફાર્મા, વોખાર્ટ, ઓર્કિડમાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ઘટતા બજારે ફંડોની પસંદગીની શેરોમાં તેજી રહી હતી. પિરામલ ફાર્માના ત્રિમાસિક સારા પરિણામે શેર રૂ.૩૯.૭૦ ઉછળી રૂ.૨૫૬.૪૦, એસ્ટાર ડીએમ રૂ.૪૦.૬૫ વધીને રૂ.૪૪૨.૯૫, સિન્જેન ઈન્ટરનેશનલ રૂ.૪૨.૯૫ વધીને રૂ.૮૭૯.૧૦, આરતી ફાર્મા રૂ.૨૮.૧૦ વધીને રૂ.૬૧૮.૧૦, વોખાર્ટ રૂ.૫૦.૩૫ વધીને રૂ.૧૧૨૨.૬૦, ઓર્કિડ ફાર્મા રૂ.૪૯.૧૫ વધીને રૂ.૧૩૩૦, લુપીન રૂ.૫૬.૨૦ વધીને રૂ.૨૧૩૦.૨૦, ગ્લેન્ડ રૂ.૪૦.૮૫ વધીને રૂ.૧૬૫૧ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૮૫.૫૭ પોઈન્ટ વધીને ૪૨૮૯૫.૨૪ બંધ રહ્યો હતો.
ઉછાળે સ્મોલ કેપ શેરોમાં ફરી ઓફલોડિંગ થતાં માર્કેટબ્રેડથ નબળી પડી : ૨૩૪૯ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બે-તરફી વધઘટના અંતે ઘટાડા તરફી રહ્યા સાથે સ્મોલ કેપ શેરોમાં આજે ફરી ઓપરેટરો, ફંડોએ ઉછાળે મોટું પ્રોફિટ બુકિંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. પસંદગીના મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૪૯ અને વધનારની સંખ્યા ૧૫૮૪ રહી હતી.
DIIની રૂ.૩૬૨૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૫૦૬૨ કરોડના શેરોની વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે ગુરૂવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૫૦૬૨.૪૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૨,૫૩૭.૪૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૫૯૯.૮૭ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૬૨૦.૪૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૩,૮૨૭.૮૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૨૦૭.૩૮ કરોડની વેચવાલી થઈ હતી.