Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.

    August 27, 2025

    Kodinar ના પૌરાણિક શ્રી બાપેશ્વર મહાદેવ મંદિરના તાળા તૂટ્યા, સીસીટીવી ફૂટેજમાં ચોરી કેદ

    August 27, 2025

    Junagadh: ઓગસ્ટના રોજ રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે

    August 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.
    • Kodinar ના પૌરાણિક શ્રી બાપેશ્વર મહાદેવ મંદિરના તાળા તૂટ્યા, સીસીટીવી ફૂટેજમાં ચોરી કેદ
    • Junagadh: ઓગસ્ટના રોજ રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે
    • Kodinar: કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમાજની વાડી ને નડતરરૂપ વડલો દૂર કરવા રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું
    • Junagadh: NDPS એકટ હેઠળ કબ્જે કરેલ રૂ. ૧.૪૬ કરોડના મુદામાલનો નાશ કરતી Junagadh SOG
    • Rajkot: જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બઘડાટી
    • Rajkot: DCP Traffic તરીકે ચાર્જ સંભાળતા ડૉ. હરપાલસિંહ જાડેજા
    • Rajkot: નવાગામમાં રસ્તા વાહન નીકળતા પાણી ઉડવા મામલે બે પરિવારો વચ્ચે ધીંગાણું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty Future ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalOctober 25, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૧૦.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૦૬૫ સામે ૮૦૧૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૧૩૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૧૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૬૩ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૪૦૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૫૨ સામે ૨૪૪૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૦૬૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૧૯૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    શુક્રવારે સાર્વત્રિક વેચવાલીના પગલે માર્કેટ ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ સતત પોઈન્ટ્સ ઘટ્યું હતું. ઈરાન અને ઈઝરાયલ, ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલની સેના ટૂંકસમયમાં ગાઝા સીઝ ફાયર ડીલ મુદ્દે ચર્ચા કરે તેવા અહેવાલો મળ્યા છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસની અસર શેરબજાર પર થઈ છે. સેન્સેક્સ ૬૬૩ પોઈન્ટના ઘટાળા સાથે ૭૯૪૦૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૫૯ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૧૯૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૭૬૦ પોઈન્ટના ઘટાળા સાથે ૫૦૮૪૬ પોઈન્ટના સ્તરે બંધ થયો.

    ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં આઈટી, રિયાલ્ટી અને ઓટો કંપનીઓના પરિણામો એકંદરે અપેક્ષા કરતાં નબળા રહ્યા છે. આ સિવાય અન્ય ઘણી કંપનીઓએ નિરૂત્સાહી પરિણામો જાહેર કરતાં તેની અસર શેરબજાર પર જોવા મળી છે.નબળા ત્રિમાસિક પરિણામો પણ બજારમાં ઘટાળાનું એક કારણ છે.

    વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ચીનમાં નીચા ભાવે રોકાણની નીતિ અપનાવી રહેલા વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી મોટાપાયે વેચવાલી નોંધાવી છે. ચીને રાહત પેકેજ જારી કરતાં વિદેશી રોકાણકારો ભારતના બદલે ચીનના બજારોમાં રોકાણ કરવા આકર્ષિત થયા છે.કારણકે,ભારતીય શેરબજારમાં વોલ્યૂમ ખૂબ ઊંચા છે, જ્યારે ચીનમાં નીચા ભાવે ખરીદી કરવાની તક છે.વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે વિદેશી રોકાણકારો મોટાપાયે રોકાણ પાછું ખેંચી રહ્યા છે. ઓક્ટોબરમાં ગઈકાલ સુધી એફઆઈઆઈએ કુલ ૯૭૨૦૫.૪૨ કરોડની વેચવાલી નોંધાવી છે. જેની સામે ડીઆઈઆઈએ રૂ. ૯૨૯૩૧.૫૪  કરોડની ખરીદીનો ટેકો શેરબજારને મળ્યો હોવા છતાં માર્કેટમાં કરેક્શનનું જોર વધ્યું છે.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ડીવીસ લેબ,ટોરેન્ટ ફાર્મા,સન ફાર્મા,પીડીલાઈટ,હિન્દુસ્તાન યુનીલીવર,નેસ્ટલે ઇન્ડિયા,લ્યુપીન, એક્સીસ બેન્ક,રામકો સિમેન્ટ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં અદાણી એન્ટર.,લાર્સેન,ઈન્ડીગો,ટીવીએસ મોટર્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,એસીસી,ગ્રાસીમ,રિલાયન્સ,ગોદરેજ પ્રોપટી,ટાટા કમ્યુનિકેશન,કોટક મહિન્દ્રા બેન્ક,એચડીએફસી બેન્ક,ઈન્ફોસીસ,વોલ્ટાસ,હેવેલ્લ્સ,એચસીએલ ટેકનોલોજી,ટાટા મોટર્સ ભારતી ઐરટેલ,સિપ્લા જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૧૦૦ અને વધનારની સંખ્યા ૮૪૨ રહી હતી,  ૭૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૪૨૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો, વિક્રમ સંવત ૨૦૮૦ પૂર્ણ થવાના આરે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વર્ષની શરૂઆતથી આકર્ષક રિટર્ન આપનારા ભારતીય શેરબજાર છેલ્લા બે સપ્તાહથી કરેક્શન નોંધાવી રહ્યા છે.આ સપ્તાહમાં રોકાણકારોએ અત્યારસુધીમાં રૂ.૧૦લાખ કરોડની મૂડી ગુમાવી છે.જ્યારે ઓક્ટોબર માસમાં અત્યારસુધીમાં માર્કેટમાં ૨૫ લાખ કરોડનું ગાબડું થયું છે.દિવાળી પહેલાં રોકાણકારો પોતાનો જૂનો માલ વેચી નવા વર્ષે નવી ખરીદી કરવાના વલણ સાથે પ્રોફિટ બુક કરતાં પણ જોવા મળ્યા હોવાનું માનવું છે. સ્થાનિક સ્તરે ભારતીય શેરબજાર છેલ્લા નવ મહિનાથી સતત વધી રહ્યા છે. વોલ્યૂમ ખૂબ ઊંચા થયા છે. જેના પગલે રોકાણકારો વેચવાલી નોંધાવી પ્રોફિટ બુક કરી રહ્યા છે.દિવાળી ટાણે કેટલાક રોકાણકારો પોતાનો જૂનો માલ ખાલી કરી નવો માલ ખરીદવાની તૈયારીઓ કરતાં પણ જોવા મળ્યા છે. માર્કેટના નિયમ મુજબ,ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જારી તેજી વચ્ચે મોટુ કરેક્શન જોવા મળી શકે છે.

    અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. જેમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટક્કર જોવા મળી છે. ઘણા ઓપિનિયન પોલમાં કમલા હેરિસ તો અમુક ઓપિનિયન પોલમાં ટ્રમ્પની જીત જોવા મળી છે. ફેડ દ્વારા પણ વ્યાજના દરમાં ઘટાડો થવાની અટકળોના પગલે રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. વૈશ્વિક પ્રવાહો,જીઓપોલિટીકલ ટેન્શન અને કંપનીઓના કોર્પોરેટ પરિણામો તેમજ ચૂંટણીઓમાં પર ભારતીય બજારોની આગામી સપ્તાહમાં નજર રહેશે.

    તા.૨૮.૧૦.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૫.૧૦.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૧૯૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૧૦૮ પોઈન્ટ થી ૨૪૦૦૮ પોઈન્ટ,૨૩૯૭૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૫.૧૦.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૮૪૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૩૦૩ પોઈન્ટ પ્રથમ અને ૫૧૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૬૭૬ પોઈન્ટ થી ૫૦૫૦૫ પોઈન્ટ૫,૫૦૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ  ( ૨૬૫૭ ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૦૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૫૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૬૭૪ થી રૂ.૨૬૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૭૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • લ્યુપીન લીમીટેડ ( ૨૧૫૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૧૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૦૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૧૭૪ થી રૂ.૨૧૮૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઇન્ફોસીસ લીમીટેડ ( ૧૮૩૮ ):- રૂ.૧૮૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૭૮૭ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૫૪ થી રૂ.૧૮૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • મહાનગર ગેસ ( ૧૪૬૨ ) :- એલપીજી/સીએનજી/પીએનજી સપ્લાયર્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એચડીએફસી લાઈફ ( ૭૦૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૯૬ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક લાઈફ ઇન્સ્યુરન્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૨૨ થી રૂ.૭૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૨૭૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ પેસેન્જર કાર અને યુટીલીટી વિહીક્લ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૬૯૬ થી રૂ.૨૬૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • વોલ્ટાસ લીમીટેડ ( ૧૭૬૦ ):- રૂ.૧૭૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૩૭ થી રૂ.૧૭૨૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૧૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૬૬૫ ) :- ફાર્માસ્યુટિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૪૦ થી રૂ.૧૬૨૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ટાટા કેમિકલ્સ ( ૧૦૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડીટી કેમિકલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૪૪ થી રૂ.૧૦૨૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જીન્દાલ સ્ટીલ ( ૯૦૦ ) :- રૂ.૯૩૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૮૮૦ થી રૂ.૮૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.

    August 27, 2025

    Kodinar ના પૌરાણિક શ્રી બાપેશ્વર મહાદેવ મંદિરના તાળા તૂટ્યા, સીસીટીવી ફૂટેજમાં ચોરી કેદ

    August 27, 2025

    Junagadh: ઓગસ્ટના રોજ રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે

    August 27, 2025

    Kodinar: કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમાજની વાડી ને નડતરરૂપ વડલો દૂર કરવા રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું

    August 27, 2025

    Junagadh: NDPS એકટ હેઠળ કબ્જે કરેલ રૂ. ૧.૪૬ કરોડના મુદામાલનો નાશ કરતી Junagadh SOG

    August 27, 2025

    Rajkot: જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બઘડાટી

    August 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.

    August 27, 2025

    Kodinar ના પૌરાણિક શ્રી બાપેશ્વર મહાદેવ મંદિરના તાળા તૂટ્યા, સીસીટીવી ફૂટેજમાં ચોરી કેદ

    August 27, 2025

    Junagadh: ઓગસ્ટના રોજ રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે

    August 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.