Washington,તા,29
અમેરિકામાં અત્યંત રસાકસી ભણી બની રહેનાર પ્રમુખપદની ચુંટણીના તા.5 નવેમ્બરના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આ દેશની અર્લી વોટીંગ સીસ્ટમ- વહેલા મતદાન કરી શકવાની સુવિધામાં લાખો અમેરિકનો મતદાન કરી રહ્યા છે તે સમયે આદેશના ઓરેગોન અને વોશિંગ્ટન વિસ્તારના હજારો મતપેટીઓને રહસ્યમય આગ લાગી હોવાનું પોલીસે જાહેર કર્યુ છે.
જેના કારણે મતપત્રકો પણ સળગી ગયા છે અને આ માટે એક શંકાસ્પદ વાહન દ્વારા આગ લાગી શકે તેવા સાધન મારફત આ આગ લગાવાઈ હોવાનું ખુલ્યુ છે. અમેરિકાના પોર્ટલેન્ડ, ઓરેગોન સહિતના ક્ષેત્રમાં આ અંગે તપાસ છે.
જેમાં એક દ્રશ્યો વોલ્વો વાહન મારફત આ આગ લગાવાઈ હોવાનું ખુલ્યું છે અને વોશિંગ્ટન એ વેનકુવર નજીક પણ એક ડ્રોપબોકસમાં આ રીતે આગ લગાવાઈ હતી જેના કારણે સેકડો મતપત્રકો સળગી ગયા હતા. આ બોકસની બહાર આગ લગાડતા સાધનો લગાડાયેલા હતા.
પોર્ટલેન્ડના પોલીસ અધિકારીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ આગ લગાડનારા સાધનની તપાસમાં ખુલ્યુ છે કે તે બેલેટ બોકસને સળગાવી શકે છે. વેનકુવરમાં પણ આ જ રીતે બેલેટ બોકસ સાથે સાધનો લગાવાયા હતા.
અમેરિકી મીડીયાએ આ પ્રકારની હરકતને લોકશાહી પર અલગ પ્રકારનો હુમલો ગણાવ્યો હતો. અહી અલી વોટીંગ માટે શોપીંગ મોલ કે તેવા જાહેર સ્થળો પર બેલેટ ડ્રોપ બોકસ મુકાયા છે જેમાં લોકો આવી મતદાન કરી શકે છે. આ ડ્રોપ બોકસની સુરક્ષા વ્યવસ્થા સામે હવે પ્રશ્ન ઉઠયા છે. હવે ડ્રોપ બોકસ આસપાસ પેટ્રોલીંગ વધારી દેવાયુ છે.
આ ડ્રોપ બોકસમાં ડિવાઈઝ લગાડાયા બાદ થોડો સમયમાં વિસ્ફોટ થાય છે અને પછી આગ લાગે છે. અમેરિકાની ચૂંટણી ખૂબ જ સાંકડા અંતરથી હારજીતની શકયતા છે તે સમયે આ પ્રકારની ઘટનાથી વિવાદ વધી શકે છે.

