New Delhi તા.6
ટેકસ પેયર્સ માટે રાહતનાં સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસેજ (સીબીડીટી)એ ટેકસ ડીમાંડ નોટીસ મુજબ ચુકવવા પાત્ર ટેકસ ન ચુકવવા પર લાગગતા વ્યાજના બારામાં ટેકસ અધિકારીઓને કેટલીક શરતોની સાથે એ મંજુરી આપવામાં આવી છે કે તેઓ વ્યાજ ઘટાડી શકે છે કે માફ કરી શકે છે.
સીબીડીટીએ ઈન્કમ ટેકસ એકટનાં એશકન 220 (2) અંતર્ગત ચુકવવામાં આવેલ કે ચુકવવાપાત્ર વ્યાજને ઘટાડવા કે માફ કરવાનાં સંબંધમાં અધિકારીઓ માટે મોનેટરી લીમીટ નકકી કરવાનો આદેશ 4 નવેમ્બરે એક સકર્યુલરમાં જાહેર કર્યો છે. આ આદેશ ઈન્કમ ટેકસ એકટ અંતર્ગત જાહેર કર્યો હતો.
આઈટી એકટનાં સેકશન 220 (2) અંતર્ગત જો ટેકસપેયર સેકશન 156 અંતર્ગત ડીમાન્ડ નોટીસમાં નોંધાયેલ ટેકસ ન ચુકવે તો તેને એ રકમ પર વિલંબવાળા દર મહિના માટે 1 ટકા મહિનાનાં સાધારણ દરે વ્યાજ ચુકવવાનું હોય છે. સેકશન 220 અંતર્ગત પ્રિન્સીપલ કમીશ્નર કે ચીફ કમીશ્નર રેન્કનાં અધિકારીઓને આ અધિકાર છે કે તે ચુકવવામાં આવેલ વ્યાજની રકમ ઘટાડી દે અથવા તેને માફ કરી દે.
સીબીડીટીએ નિશ્ચિત કરી સીમા
પ્રિન્સીપાલ ચીફ કમી.રેન્કનાં અધિકારી દોઢ કરોડ રૂપિયાથી વધુ ચુકવવા પાત્ર વ્યાજને માફ કરવા કે ઘટાડવાનાં બારામાં નિર્ણયો લઈ શકે છે. જો ચુકવવાપાત્ર વ્યાજ 50 લાખથી દોઢ કરોડ રૂપિયા સુધી હોય તો ચીફ કમીશનર રેન્કનાં અધિકારી નિર્ણય લઈ શકે છે. ચુકવવાપાત્ર વ્યાજ 50 લાખ સુધીનું હોય તો તેને ઘટાડવા કે માફ કરવાનાં મામલે પ્રિન્સીપલ કમીશ્નર કે કમિશ્નર રેન્કનાં અધિકારી નિર્ણય લઈ શકે છે.
શરતોનું રાખવુ પડશે ધ્યાન
જો વ્યાજની રકમ એવી હોય કે જેને ચુકવવી મુશ્કેલ હોય કે મુશ્કેલ બનનાર હોય આ ઉપરાંત એસેસી એવા કારણે વ્યાજ ન ચુકવી શકાય જેના ક્ધટ્રોલમાં નહોતું. એસેસીએ કોઈપણ બાકી રકમની રીકવરી કે એસેસમેન્ટ સાથે જોડાયેલી તપાસમાં તપાસ અધિકારીઓને સહયોગ આપ્યો હોય.