બ્રિટનમા તબીબોએ ચેતવણી આપી છે કે શરાબ પીવાની ટેવ કિશોરોને રિસ્કી સેક્સ એટલે કે બિન સુરક્ષિત સેક્સ માણવા તરફ દોરી રહી છે. બિનસુરક્ષિત સેક્સના કારણે અનઇચ્છિત ગર્ભ અને ઇન્ફેક્શન સંબંધિત બિમારી થવાની શક્યતા છે. બ્રિટનના જાણીતા અખબાર ડેલી મેઇલના જણાવ્યા મુજબ બ્રિટનના રોયલ કોલેજ ઓફ ફિઝિશિયનનું કહેવુ છે કે શરાબના સંકજામાં કિશોરો સેક્સ પ્રવૃતિમાં તમામ હદ પાર કરી રહ્યા છે. જેનાથી ગર્ભ અને ઇન્ફેક્શનની સમસ્યા ઉભી થાય છે. કોલેજે તબીબો અને નર્સોને અપીલ કરી છે કે આરોગ્યની ચકાસણી મામલે ક્લિનિક આવનાર કિશોરોને માહિતી આપવામાં આવે તે જરૂરી છે. અહેવાલમાં જણાવવામા આવ્યું છે કે દર વર્ષે આશરે ૧૦ લાખ કિશોર ગર્ભ નિરોધક ગોળીઓ અને સેક્સ ઇન્ફેક્શનની ચકાસણી કરાવવા માટે ક્લિનિક પર પહોંચે છે. સંસ્થાએ પોતાના અભ્યાસમાં કહ્યું છે કે ૧૪થી ૧૫ વર્ષની યુવતિઓ પૈકી ૨૦ ટકા યુવતિઓએ કહ્યુ છે કે શરાબનો નશો કર્યા બાદ તેમની સેક્સ ઇચ્છા સામાન્ય કરતા વધારે થઇ છે. ૧૬થી ૩૦ વર્ષની વયની મહિલાઓ પૈકી ૮૦ ટકા મહિલાઓએ કહ્યું છે કે સેક્સ પહેલા તેઓ શરાબ પીવે છે. નવા અભ્યાસના તારણો અને તબીબોની ચેતવણીને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. માત્ર બ્રિટનમાં જ નહી બલ્કે સમગ્ર વિશ્વમાં હવે શરાબના નશામાં મોટી સંખ્યામાં કિશોરો રિસ્કી સેક્સ માણી રહ્યા છે. જેના ખતરનાક પરિણામ આવી રહ્યા છે. બ્રિટનમાં અભ્યાસમાં પણ આ વાતને સમર્થન મળ્યું છે.
Trending
- બોધકથા..સતસંગનો પ્રભાવ
- અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન
- મનુષ્યના પતન થવાનું કારણ શું?
- બિહારમાં બીજા તબક્કામાં ૬૬.૪૦ ટકા મતદાન, છ લોકો બીજાના નામે મતદાન કરતા પકડાયા
- ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું US માં અવસાન થયું. તે નોકરી શોધી રહી હતી
- સ્પર્ધક Mridul Tiwari ને મધ્યરાત્રિએ બિગ બોસ ૧૯ માંથી બહાર કાઢવામાં આવ્યો
- ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ અર્શદીપ સિંહે ૩ કરોડ ખર્ચીને મર્સિડીઝ કાર ખરીદી
- તંત્રી લેખ…આતંકનો અવાજ વધી રહ્યો છે, દેશે સતર્ક રહેવું જોઈએ.

