રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૮.૧૧.૨૦૨૪ ના રોજ…
બીએસઇસેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇસેન્સેક્સ આગલા બંધ ૭૯૫૪૧સામે૭૯૬૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૧૧૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ૬૮૯.૮૯પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫.૪૭ પોઈન્ટના ઘટાડા સાથે૭૯૪૮૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :-ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૩૦૦સામે૨૪૩૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૧૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ.નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ૨૫૯.૫૫પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર૧૦૪.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે૨૪૧૯૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજયનો ઉન્માદ ઓસરી ગયો હતો. ટ્રમ્પ સત્તા પર આવતાંની સાથે ચાઈના, ભારત સહિત પર આંકરા ટેરિફનું યુદ્વ છેડશે એવી શકયતા અને બીજી તરફ ચાઈના મેગા સ્ટીમ્યુલસ પગલાં લેવાની તૈયારીમાં હોવાના સંકેતે ભારતીય શેરબજારમાંથી આજે ફોરેન ફંડોએ વધુ હેમરિંગ કરી મોટું ઓફલોડિંગ કરતાં ઘટાડોનોધાયો હતો. જ્યારે બીજી તરફ આજે લોકલ ફંડો, મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી ધીમી પડતી જોવાઈ હતી. મેટલ – માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ પાછળ ફંડોએ મોટી વેચવાલી કરતાં અને બીજી બાજુ રિયલ્ટી કંપનીઓને લઈ આગામી દિવસો કપરાં નીવડવાની ધારણાએ ફંડો વેચવાલ બન્યા હતા. આ સાથે ઓઈલ એન્ડ ગેસ અનેએનર્જી શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ થયું હતું.
વૈશ્વિક સ્તરે જોઈએ તોચાઈનાની આર્થિક હાલત કફોડી બની રહી હોઈ વધુ સ્ટીમ્યુલસ પગલાંની માંગને લઈ ટૂંક સમયમાં મેગા સ્ટીમ્યુલસની અપેક્ષા સામે અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારાભારેટેરિફ લાદવાની શકયતાના અહેવાલે વૈશ્વિક અનિશ્ચિતતાએ આજે ફંડોએ ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૮% અને સ્મોલકેપઈન્ડેક્સ૧.૫૨%ઘટીનેબંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્રકંઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી, ટેક, ઓટો અનેએફએમસીજી શેરોમાંલેવાલીજોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૪સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૭૫અને વધનારની સંખ્યા૧૩૯૬રહી હતી, ૯૩શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડમહિન્દ્રા ૩.૦૯%, ટાઈટન કંપની લી. ૨.૧૩%, ટેકમહિન્દ્રા ૧.૯૦%, નેસ્લે ઇન્ડિયા૧.૪૪%, ઇન્ફોસિસ લી. ૧.૩૧%, હિન્દુસ્તાન યુનીલીવર૧.૨૯%, પાવરગ્રીડ કોર્પોરેશન ૧.૧૨%, અદાણી પોર્ટ ૦.૭૮%, જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૬૯%, સન ફાર્માસ્યુટિકલ ૦.૬૪%, એચડીએફસી બેન્ક૦.૪૮% અનેલાર્સેન લી. ૦.૩૩% વધ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ ૨.૬૧%, ટાટા સ્ટીલ ૨.૨૨%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૮૬%, ટાટા મોટર્સ ૧.૭૨%,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૬૬%, એનટીપીસી લી. ૧.૫૬%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૫૩%,ભારતી એરટેલ ૦.૪૭%,અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૨૯%, મારુતિસુઝુકી ૦.૨૮%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૨૬% અનેબજાજ ફાઈનાન્સ ૦.૧૧% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો,ડીઆઈઆઈની આક્રમક ખરીદીને પગલે ભારતીય ઈક્વિટીસમાં ડીઆઈઆઈ તથા એફપીઆઈના રોકાણ હિસ્સા વચ્ચેનો તફાવત ઘટી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઓલ ટાઈમ લો પહોંચી ગયો હતો. જો કે ઓકટોબર માસમાં એફપીઆઈના રૂ.૯૪૦૧૭ કરોડના નેટ આઉટફલો તથાડીઆઈઆઈના રૂ.૧,૦૭,૨૫૫ કરોડના નેટ ઈન્ફલોને ધ્યાનમાં લેવામાં આવે તો એનએસઈ શેરોના રોકાણ હિસ્સાનું અંતર હજુ વધુ ઘટયું હોવાનું કહી શકાય એમ છે. નવેમ્બર માસમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. આમ ભારતીય ઈક્વિટીસમાં રોકાણમાં એફપીઆઈ કરતા ડીઆઈઆઈ આગળ નીકળી જવાની તૈયારીમાં છે.ફન્ડ હાઉસોના રોકાણને પગલે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોના એકંદર રોકાણમાં વધારો જોવાયો છે.નેશનલ સ્ટોક એકસચેન્જ પર લિસ્ટેડ શેરોમાં ઘરેલું મ્યુચ્યુઅલ ફન્ડસનો રોકાણ હિસ્સો જે જૂન ત્રિમાસિકમાં૯.૧૮% હતો તે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સાધારણ વધી ૯.૪૫% રહ્યો હતો.
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં મ્યુચ્યુઅલ ફન્ડોમાં રૂ.૮૯૦૩૮ કરોડનો જંગી નેટ ઈન્ફલોસ રહ્યો હતો જેને કારણે તેમના ઈક્વિટી રોકાણમાં વધારો જોવા મળ્યો છે.ડીઆઈઆઈમાં એકંદર ઈન્ફલો સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રૂ.૧,૦૩,૬૨૫ કરોડ રહ્યો હતો જેને પરિણામે એનએસઈ શેરોમાં તેમનો રોકાણ હિસ્સો વધી ૧૬.૪૬% સાથે ઓલ ટાઈમ હાઈ જોવાયો છે.બીજી બાજુ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો પણ ૧૭.૩૯% પરથી સાધારણ વધી ૧૭.૫૫% રહ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં એફઆઈઆઈનો પ્રાઈમરી માર્કેટમાંઈન્ફલો રૂ.૩૦૩૪૯ કરોડ અને સેકન્ડરીમાં રૂ.૯૭૪૦૮ કરોડ રહ્યાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં આક્રમક ખરીદીને પરિણામે તેના હિસ્સામાં વધારો થતાં ભારતીય ઈક્વિટીસમાં એફઆઈઆઈ તથા ડીઆઈઆઈના રોકાણ હિસ્સા વચ્ચેનો તફાવત ઘટી ૧.૦૯% સાથે ઓલ ટાઈમ લો પર આવી ગયો છે.
તા.૧૧.૧૧.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૮.૧૧.૨૦૨૪ના રોજનિફટી ફ્યુચરબંધ ભાવ @ ૨૪૧૯૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર૨૪૪૦૪ પોઈન્ટનાપ્રથમઅને૨૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૦૦૮ પોઈન્ટથી૨૩૯૭૯ પોઈન્ટ, ૨૩૮૦૮ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૦૮ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૦૮.૧૧.૨૦૨૪ના રોજબેન્ક નિફ્ટી ફ્યુચરબંધ ભાવ @ ૫૨૭૫૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર૫૨૩૦૩ પોઈન્ટપ્રથમઅને૫૨૧૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે૫૨૯૭૯ પોઈન્ટથી૫૩૦૦૮ પોઈન્ટ, ૫૩૩૦૩ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૩૩૦૩ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- બજાજ ફાઈનાન્સ( ૧૭૪૧ ) :-બજાજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવહાલમાં રૂ.૧૭૦૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે.રૂ.૧૬૮૬ નાસ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૫૭ થી રૂ.૧૭૬૩ નોભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ટેક મહિન્દ્રા( ૧૬૭૮ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!!રૂ.૧૬૨૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૯૩ થીરૂ.૧૭૦૭ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- ઈપ્કા લેબોરેટરી( ૧૫૫૭ ):-રૂ.૧૫૨૭ નોપ્રથમ તેમજ રૂ.૧૫૦૮ બીજા સપોર્ટથીફાર્માસેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોકરૂ.૧૫૭૪ થી રૂ.૧૫૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ભારત ફોર્જ( ૧૪૨૩ ):-ઓટો કમ્પોનન્ટ્સ એન્ડ ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૪૭ થીરૂ.૧૪૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અદાણી પોર્ટસ( ૧૩૫૮ ) :- રૂ.૦૨ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૩૦૮ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયકપોર્ટ એન્ડ પોર્ટ સર્વીસસેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૭૪ થીરૂ.૧૩૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ( ૨૫૫૫ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સસેક્ટરનો આ સ્ટોક રૂ.૨૫૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૫૦૮ થીરૂ.૨૪૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૬૦૬ નોસ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- એચસીએલ ટેક્નોલોજી ( ૧૮૩૮ ):-રૂ.૧૮૫૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૮૬૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૦૮ થીરૂ.૧૭૮૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- મહાનગર ગેસ( ૧૪૨૧ ) :-LPG/CNG/PNG/LNG સપ્લાયરસેકટરનો આ સ્ટોકછેતરામણા ઉછાળે રૂ.૧૪૫૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડેરૂ.૧૩૯૬ થીરૂ.૧૩૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- ઓરબિન્દો ફાર્મા( ૧૩૩૦ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૦૩ થીરૂ.૧૨૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૬૦ નોસ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ( ૧૨૮૫ ):- રૂ.૧૩૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૩૨૦ નાસ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૨૭૦ થીરૂ.૧૨૫૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns.The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks.Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.