Mumbai,તા.12
ભારતમાં કોરોનાકાળ વખતથી શેરબજારમાં રોકાણનો ટ્રેન્ડ વધ્યો છે અને રીટેઈલ ઈન્વેસ્ટરોની સંખ્યા અનેકગણી કરોડોમાં વધી ગઈ છે. ત્યારે છેલ્લા 10 વર્ષમાં ભારતીય રોકાણકાર પરિવારે એક મીલીયન ડોલર (ડોલરના વર્તમાન મુલ્ય મુજબ 84 લાખ કરોડ)ની કમાણી કરી છે.
આંતર રાષ્ટ્રીય એજન્સી મોર્ગન સ્ટેનલીનાં રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે ભારતીયોનું શેરબજારમાં રોકાણ અગાઉ માત્ર 3 ટકા જ રહેતુ હતું જે હવે વધી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં શેરબજારમાં રોકાણથી એક ટ્રીલીયન ડોલરની કમાણી કરી છે. છેલ્લા 10 વર્ષમાં ભારતીયોની સંપતિમાં કુલ 8.5 ટ્રીલીયન ડોલરનો વધારો થયો છે. તેમાંથી 11 ટકા શેરબજાર-ઈલીટ્રીમાં રોકાણથી વધી છે.
સંપતિ વૃધ્ધિમાં સ્થાપકોનો પણ સમાવેશ કરવામાં આવે તો આંકડો 9.7 ટ્રીલીયન ડોલર થવા જાય છે અને શેરબજારની કમાણી બે ટ્રીલીયન ડોલર થવા જાય છે. રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે શેરબજારમાં ભારતીયોનું રોકાણ હજુ ઘણુ ઓછુ છે કુલ સંપતીમાંથી ભારતીયોનું રોકાણ માત્ર ત્રણ ટકા છે. જોકે કંપની પ્રમોટરોનાં રોકાણનો આમા સમાવેશ નથી.
વર્તમાન તેજીના ટ્રેન્ડમાં ઈન્વેસ્ટરોની વધતી સંખ્યાને ધ્યાને લેવામાં આવતા વર્ષોમાં તે બે આંકડા સુધી પહોંચી શકે છે. ભારતીય શેરબજારમાં લીસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપીટલાઈઝેશન 27 માર્ચ 2014 માં 1.2 ટ્રીલીયન ડોલર હતું તે હવે 5.4 ટ્રીલીયન ડોલર થયુ છે અને વિશ્વનું પાંચમાં નંબરનું સૌથી મોટુ શેરબજાર બન્યુ છે. વૈશ્વિક સ્તરે ભારતીય શેરબજારની ટકાવારી 1.6 ટકાથી વધીને 4.3 ટકા થઈ છે.
ભારતીયોનું એસેટ કલાસ કરતા ઈકવીટી ક્ષેત્રમાં રોકાણ ઘણુ ઓછુ છે છતાં હવે તેમાં વધારો થઈ રહ્યો છે. આવતા વર્ષોમાં અનેકગણુ વધી શકે છે. રીપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, વ્યાજદરમાં બદલાવ ભૌગોલીક ટેન્શન, આંતર રાષ્ટ્રીય સ્તરે આર્થિક મંદી છતા ભારતીય શેરબજાર વૈશ્વિક પડકારોને પહોંચી વળ્યુ છે.
આ રીપોર્ટમાં સોનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છેલ્લા એક દાયકામાં સોનામાં રોકાણનાં આધારે ભારતીયોની સંપતીમાં 22 ટકાનો વધારો થયો છે.ભારતીયોને લાગે વળગે છે ત્યાં સુધી ઈકવીટી તથા ગોલ્ડ એમ બન્નેથી સંપતીમાં મોટો વધારો છે.
ભારતીયોનું સૌથી મોટુ અને મહતમ રોકાણ પ્રોપર્ટી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં જ છે. છતા આ ક્ષેત્રનું પરફોમન્સ પ્રમાણમાં નબળુ છે. જોકે લોકો આવાસ રહેવા માટે લેતા હોવાથી રોકાણની વ્યાખ્યા સ્પષ્ટ થઈ શકતી નથી.