RAJKOT, તા.12
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આત્મીય સંકુલની અંદર ગૌ-પાષ્ટમી દિવસે ગાય પૂજનનો કાર્યક્રમ આત્મીય સંકુલની ગૌશાળાની અંદર રાખેલ હતો. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ ભારતીય સંસ્કૃતિની અંદર ગાયનું મહત્વ તેમજ કારતક સુદ આઠમના દિવસે ગૌ-પાષ્ટમીની ઉજવણી વિશેની તેમજ સાયન્સ, આર્થિક, રાષ્ટ્રીય તેમજ ધાર્મિક રીતે ગાયનો મહત્વ સમજાવ્યું હતું.
આ કાર્યક્રમની અંદર ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, દિલીપભાઈ વધાસીયા, મહેશભાઈ સેગલિયા, દિનેશભાઈ પરમાર, ધનજીભાઇ ગમઠા, રતિભાઈ ઠુંમર, પ્રદીપભાઈ મુંગલપરા, પરેશભાઈ જોશી, હિતભાઈ સખીયા, હસમુખભાઈ ચૌહાણ, કમલેશભાઈ, પંકજભાઈ, મયુરભાઈ દેસાઈ, પ્રદીપભાઈ કુંગેરા, ભરતભાઈ ભુવા, વિપુલાબેન સખીયા, ધારાબેન મુંગલપરા, માનસી રજપૂત, કંચનબેન, પુષ્પાબેન રજપૂત, લક્ષ્મીબેન રતિભાઈ, માહાબેન તેમજ બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.