Rajkot, તા.12
5.74 કરોડ કરતા વધુ રકમના સાયબર ક્રાઈમના ગુન્હામાં આરોપીને જામીન પર મુક્ત કરવા સેશન્સ કોર્ટે હુકમ કર્યો છે. કેસની વિગત અનુસાર, ભાગીદારીમાં ચશ્મા બનાવવાની કંપની ધરાવતા ફરીયાદી તેજસ ચંદ્રસિંહ ડોડીયા (રહે.અવધ પાર્ક, 80 ફુટ રોડ, મૂળ વઢવાણ)એ સાયબર ક્રાઈમ સેલ, સી.આઈ.ડી. ક્રાઇમ, ગાંધીનગરમાં ફરીયાદ નોંધાવેલ કે, વોટસઅપ ગૃપ સ્ટોક ફ્રન્ટ લાઈન નં.112ના ગ્રુપ એડમીન ક્ષિતીજા ફારીહાનાએ ગૃપમાં એડ કરી તેમજ ગૃપના અન્ય એડમીન આશિષ શાહનાએ સ્ટોક ફ્રન્ટ કંપનીનું ચોઈસ ગ્રુપ સાથે જોડાણ થયેલ છે.
તેનુ ઈન્સ્ટીટ્યુશનલ એકાઉન્ટ આ કંપની સંભાળે છે તેમજ કાર્સન વેલ્થ મેનેજમેન્ટ અમેરીકાની કંપનીની સબસીડરી કંપની તરીકે ભારતમાં કામ કરે છે, તેવી ખોટી માહિતી ગૃપમાં શેર કરી જુદા જુદા શેરમાં રોકાણ કરાવી ફરીયાદીના બેંક એકાઉન્ટ તથા ફરીયાદીના પત્નીના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂા.5,74,60,000નું શેરમાં રોકાણ કરાવી ડાઉનલોડ કરાવેલ એપમાં 29 કરોડનું વળતર બતાવી છેતરપીંડી કરી હતી.
સી.આઈ.ડી. સાયબર ક્રાઈમ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જેલમાં રહેલ આરોપી વિમલ હસમુખ વઢવાણીયાએ જામીન પર મુક્ત થવા સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં એડવોકેટ જય પારેડી મારફત જામીન અરજી દાખલ કરી હતી. એડવોકેટની રજુઆત, ટાંકેલા ચુકાદા ધ્યાને લઈ કોર્ટે જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ જય એસ. પારેડી તથા જિગ્નેશ પંડયા રોકાયેલ હતા.