Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બીજી સિઝન ખૂબ જ મર્યાદિત એપિસોડવાળી હશેઃEkta Kapoor

    July 12, 2025

    Aditya Roy Kapur જ્યોર્જિના ડી સિલ્વા સાથે રિલેશનશિપમાં

    July 12, 2025

    Ajay Devgn ની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’નું ધમાકેદાર ટ્રેલર આઉટ

    July 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બીજી સિઝન ખૂબ જ મર્યાદિત એપિસોડવાળી હશેઃEkta Kapoor
    • Aditya Roy Kapur જ્યોર્જિના ડી સિલ્વા સાથે રિલેશનશિપમાં
    • Ajay Devgn ની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’નું ધમાકેદાર ટ્રેલર આઉટ
    • Ajay’s ‘Aakrosh’ હોલીવુડની ઓસ્કાર વિજેતા ફિલ્મની બેઠી નકલ હતી
    • દિલજીત બાદ Varun Dhawan ‘બોર્ડર ૨’ના સેટથી શેર કર્યો નવો વીડિયો
    • Dholka માં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે તોતિંગ વધારો
    • Ahmedabad plane crash: ૮ મેડિકલ વિદ્યાર્થી પરીક્ષા ન આપી શક્યા
    • Tennis player રાધિકા યાદવની હત્યા પૂર્વઆયોજિત ષડયંત્ર હતું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalNovember 12, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૧૧.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૪૯૬ સામે ૭૯૬૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૫૪૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૨૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૫૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૨૨૬ સામે ૨૪૨૬૬ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૯૨૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૯૩૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    શેરબજારમાં મંગળવારે મંદી જોવા મળી હતી.સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સ રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.આજે શેરબજાર સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટ સુધી તૂટી ગયો હતો.જ્યારે નિફ્ટીમાં પણ ૩૦૦ પોઈન્ટનો ઘટાડો નોંધાતા રોકાણકારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.આ સિવાય એનર્જી, હેલ્થકેર, મેટલ, ઓઈલ એન્ડ ગેસ શેર્સમાં પણ પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે ટ્રેડ થયા હતા. સેન્સેકસ, નિફટીમાં ભારે વોલેટીલિટી બાદ સ્થિરતા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધૂમ વેચવાલી સાથે ફંડો, ઓપરેટરો ભાવો તોડીને વેચવા લાગ્યાના સંકેત વચ્ચે ઘણા શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશ ઘટાળો થયો હતો.

    સેન્સેક્સ ૮૨૦ પોઈન્ટના ઘટાળા સાથે ૭૮૬૭૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૯૫ પોઈન્ટના ઘટાળા સાથે ૨૩૯૩૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૭૪૭ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૩૩૪ પોઈન્ટના સ્તરે બંધ થયો.

    ભારતમાં કોર્પોરેટ પરિણામો એશીયન પેઈન્ટસ સહિતનાનબળા આવતાં અને ઓવરવેલ્યુએશનના નેગેટીવ પરિબળે ફંડોએ ફ્રટન્ટલાઈન શેરોમાં ઓફલોડિંગ કરતાં જોવાયું.સેન્સેક્સ,નિફટીમાં મર્યાદિત ઘટાડો બતાવી ફરી ફંડો, ખેલંદાઓએ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ફંડો,હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ મળ્યા ભાવો ભાવો તોડીને વેચવાની હોડ લગાવતાં અનેક શેરોમાં ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ વધુ નબળી પડી હતી. વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ રિકવરી સાથે ભારતીય શેર બજારોમાં આજે ભારે વોલેટીલિટી જોવાઈ હતી.

    ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં ઓકટોબર ૨૦૨૪ મહિનામાં રોકાણ પ્રવાહ ૨૧% થી વધુ વધીને રેકોર્ડ રૂ.૪૧,૮૮૭ કરોડ નોંધાયો છે. લાર્જ કેપ ફંડોમાં રોકાણ સપ્ટેમ્બરના રૂ.૧૭૬૯ કરોડની તુલનાએ ઓકટોબરમાં વધીને રૂ.૩૪૫૨.૩ કરોડ થયું છે. જ્યારે મિડ કેપ ફંડોમાં રોકાણ રૂ.૩૧૩૦ કરોડની તુલનાએ વધીને રૂ.૪૬૮૩ કરોડ અને સ્મોલ કેપ ફંડોમાં રોકાણ રૂ.૩૦૭૧ કરોડની તુલનાએ વધીને રૂ.૩૭૭૨ કરોડ થયું છે. હાઈબ્રિડ ફંડોમાં રોકાણ પ્રવાહ રૂ.૪૯૦૧ કરોડની તુલનાએ વધીને રૂ.૧૬,૮૬૩.૩ કરોડ નોંધાયો છે.એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (સેબી)ના આંકડા મુજબ રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણનો ઉત્સાહ વધતો જોવાઈ રહ્યો છે. શેર બજારોમાં તીવ્ર ઘટાડો-કરેકશન થતાં ઓકટોબરમાં રોકાણ પ્રવાહ નોંધાયો છે.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,ગ્રાસીમ,લ્યુપીન,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,એયુ બેન્ક,સન ફાર્મા,રિલાયન્સ,રામકો સિમેન્ટ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,લાર્સેન,મુથૂટ ફાઈનાન્સ,કોટક મહિન્દ્રા બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,ભારતી ઐરટેલ,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,વોલ્ટાસ,ટેક મહિન્દ્રા,ટાટા કેમિકલ્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૧૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૬૮ અને વધનારની સંખ્યા ૧૫૩૦ રહી હતી,  ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો,ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની એકધારી રોજ વેચવાલીના પરિણામે શેરોમાં ધોવાણ વધતું જોવાયું છે.અમેરિકામાં નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના વિજય જાહેર થવાના દિવસે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં તેજીના ફૂંફાળા જોવાયા હતા. પરંતુ તુરંત બીજા દિવસે તેજીનો આ ઉન્માદ શમતો જોવાઈ ટ્રમ્પ સરકારની અણધારી ટેરિફમાં વધારા સહિતની અપેક્ષિત નીતિઓ અને ચાઈના ફેકટરે બજારમાં વેચવાલી વધતી જોવાઈ છે.સેન્સેક્સ, નિફટીમાં મર્યાદિત ઘટાડો બતાવીને ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોએ ઓફલોડિંગ કરીને દરેક ઉછાળે નફો ઘરભેગો કરવાનું ચાલુ રાખ્યું છે.શેરોમાં હાલ તુરત ડિફેન્સિવ બનવું અને સિલેક્ટેડ રહેવું જરૂરી છે.વિદેશી ફંડોની અવિરત વેચવાલી અટકે નહીં ત્યાં સુધી બજારમાં સાવચેત રહેવું આવશ્યક છે. જીઓપોલિટીકલ ટેન્શન સાથે ક્રુડ ઓઈલમાં ભડકાના સંજોગોમાં અને ફોરેન ફંડોની અવિરત વેચવાલીના સંજોગોમાં લોકલ ફંડો પર રિડમ્પશનનું પ્રેશર આગામી દિવસોમાં આવી શકે છે,આ પરિસ્થિતિમાં નવેમ્બર મહિનો અફડા – તફડી નીવડી શકે છે એટલે જે શેરોમાં માતબર નફો મળતો હોય એ બુક કરવો સલાહભર્યું છે.આગામી દિવસોમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી પણ ધીમી પડતી જોવાઈ શકે છે.જેથી હજુ આગામી દિવસોમાં નવી ખરીદી કે એવરેજ કરવાથી દૂર રહેવું સલાહભર્યું છે. શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે.આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે.

    તા.૧૩.૧૧.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૨.૧૧.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૯૩૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૩૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૦૦૮ પોઈન્ટ થી ૨૪૦૮૮ પોઈન્ટ,૨૪૧૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૨.૧૧.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૩૩૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૦૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૦૯૭૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૪૦૪ પોઈન્ટ થી ૫૧૪૭૪ પોઈન્ટ,૫૧૫૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • એસીસી લીમીટેડ ( ૨૨૬૫ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૮૩ થી રૂ.૨૨૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૮૬૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૭૮ થી રૂ.૧૮૯૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • મુથૂટ ફાઈનાન્સ ( ૧૭૯૬ ):- રૂ.૧૭૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૪૪ બીજા સપોર્ટથી નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • સિપ્લા લીમીટેડ ( ૧૫૨૮ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૯૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૯૫૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૪૪ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ  સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૭૪ થી રૂ.૯૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • એચડીએફસી બેન્ક ( ૧૭૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • વોલ્ટાસ લીમીટેડ ( ૧૬૭૭ ):- રૂ.૧૬૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૦૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૬૦ થી રૂ.૧૬૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૧૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ભારતી ઐરટેલ ( ૧૫૫૬ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૧૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ભારત ફોર્જ ( ૧૩૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૨૩ થી રૂ.૧૩૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કેમિકલ્સ ( ૧૦૭૦ ) :- રૂ.૧૦૯૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૦૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૦૫૭ થી રૂ.૧૦૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Dholka માં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે તોતિંગ વધારો

    July 12, 2025
    વ્યાપાર

    Indian Stock Marketમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્‌…!!!

    July 12, 2025
    વ્યાપાર

    અંદાજીત ૧૦ જેટલા સ્ટાર્ટઅપ્સ IPO થકી રૂ.૧૮,૦૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરશે..!!

    July 12, 2025
    મુખ્ય સમાચાર

    Gold ના વૈશ્વિક ૨૩ ટ્રિલિયન ડોલરના બજારમાં ભારતનો ૧૫% હિસ્સો…!!

    July 12, 2025
    વ્યાપાર

    Adani આરોગ્ય સંભાળ માટે વિશ્વસ્તરીય AI-ઇકોસિસ્ટમ બનાવશે

    July 11, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બીજી સિઝન ખૂબ જ મર્યાદિત એપિસોડવાળી હશેઃEkta Kapoor

    July 12, 2025

    Aditya Roy Kapur જ્યોર્જિના ડી સિલ્વા સાથે રિલેશનશિપમાં

    July 12, 2025

    Ajay Devgn ની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’નું ધમાકેદાર ટ્રેલર આઉટ

    July 12, 2025

    Ajay’s ‘Aakrosh’ હોલીવુડની ઓસ્કાર વિજેતા ફિલ્મની બેઠી નકલ હતી

    July 12, 2025

    દિલજીત બાદ Varun Dhawan ‘બોર્ડર ૨’ના સેટથી શેર કર્યો નવો વીડિયો

    July 12, 2025

    Dholka માં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે તોતિંગ વધારો

    July 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બીજી સિઝન ખૂબ જ મર્યાદિત એપિસોડવાળી હશેઃEkta Kapoor

    July 12, 2025

    Aditya Roy Kapur જ્યોર્જિના ડી સિલ્વા સાથે રિલેશનશિપમાં

    July 12, 2025

    Ajay Devgn ની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’નું ધમાકેદાર ટ્રેલર આઉટ

    July 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.