Brisbane,તા.15
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે 7-7 ઓવરની રમાઈ હતી. ગુરુવારે બ્રિસબેનમાં પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને 93 રન બનાવ્યા હતા. પાકિસ્તાન 9 વિકેટ ગુમાવીને 64 રન જ બનાવી શક્યું હતું.
ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસ અને ઝેવિયર બાર્ટલેટે 3-3 વિકેટ લીધી હતી. ગ્લેન મેક્સવેલે 19 બોલમાં 43 રન અને માર્કસ સ્ટોઇનિસે 7 બોલમાં 21 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી અબ્બાસ આફ્રિદીએ 2 વિકેટ લીધી હતી. પ્રથમ T20 જીતીને ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચ 16 નવેમ્બરે સિડનીમાં રમાશે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ ઓવરમાં 16 રન બનાવ્યા હતા. જેક ફ્રેઝર-મેગાર્ક 9 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી આવેલા ગ્લેન મેક્સવેલે પણ ઝડપી બોલરો સામે રિવર્સ સ્વીપ કર્યા હતા. તેણે T20 ક્રિકેટમાં 10 હજાર રન પણ પૂરા કર્યા.
પાવરપ્લેની 2 ઓવરમાં 33 રન બનાવ્યા બાદ પણ ઓસ્ટ્રેલિયાએ ઝડપથી સ્કોર કર્યો હતો. મેથ્યુ શોર્ટ 7 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ મેક્સવેલે 19 બોલમાં 5 ફોર અને 3 સિક્સરની મદદથી 43 રન બનાવ્યા હતા. તેના પછી ટિમ ડેવિડે 10 અને સ્ટોઇનિસે 21 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ 7 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને 93 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી અબ્બાસ આફ્રિદીએ 2 વિકેટ લીધી હતી. નસીમ શાહ અને હરિસ રઉફને 1-1 વિકેટ મળી હતી.
94 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાને પ્રથમ બે બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં સ્પેન્સર જોન્સને શાહિબજાદા ફરહાનને કેચ આઉટ કરાવ્યો હતો. ફરહાને 8 રન બનાવ્યા હતા. તેના પછી બાબર આઝમ 3, ઉસ્માન ખાન 4, આગા સલમાન 4 અને હસીબુલ્લા ખાન 12 રન બનાવીને આઉટ થયા હતા.
ઈરફાન ખાન, નસીમ શાહ અને કેપ્ટન મોહમ્મદ રિઝવાન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. અંતે પાકિસ્તાન તરફથી અબ્બાસ આફ્રિદીએ 10 બોલમાં 20 રન બનાવ્યા હતા. શાહીન આફ્રિદી 11 રન બનાવીને આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી ઝેવિયર બાર્ટલેટ અને નાથન એલિસે 3-3 વિકેટ લીધી હતી. એડમ ઝમ્પાને 2 અને સ્પેન્સર જોનસનને 1 વિકેટ મળી હતી.