Rajkot તા.15
રૈયાગામમાં રહેતાં 38 વર્ષિય યુવકને હૃદય રોગનો આવતાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો છે.બનાવની વિગત મુજબ રૈયાગામમાં ખોડીયાર માં ના મંદિર પાસે રહેતાં કરશનભાઈ મશરૂભાઈ ઝાપડા (ઉ.વ.38) નામનો યુવક ગઈ કાલ રાત્રિના પોતાના ઘરે હતો ત્યારે અગ્યાર વાગ્યાની આસપાસ અચાનક બેભાન થઈ જતાં તાકીદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં જ દમ તોડી દિધો હતો. તેઓ મજુરી કામ કરતાં હતાં. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા તેઓનાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
Trending
- મોરબીમાં ૧૯૬૨ની ટીમે ગાયના તૂટેલા શિંગડાનું સફળ ઓપરેશન કરી પશુપાલકને આપી રાહત
- Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત
- Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા
- Virpur: પીઠડીયા ગામ પાસે એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
- Rajkot: કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત
- Rajkot: પાંચ ચોરીની રીક્ષા સાથે પકડાયેલ શખ્સે વધુ એક રીક્ષા ચોરી કર્યાની કબૂલ્યું
- Rajkot: માથાભારે રવિ ઉર્ફે ભગત ચાવડીયા પાસાના પિંજરે પુરાયો
- Rajkot: રૂ. ૨૨.૫૦ લાખ ઓળવી જવામાં બિલ્ડરને એક વર્ષની સજા

