RAJKOT, તા.16
ભારત સરકારે તમામ રેશનકાર્ડ ધારકોને સુચના જાહેર કરી છે. કે તમામ રેશનકાર્ડ ધારકો એ E-KYC (ઇ-કેવાયસી) પૂર્ણ કરવું. નહિ તો સરકારી યોજનાઓ લાભ મળતો બંધ થશે. જેની અંતીમ તારીખ 31 ડીસેમ્બર 2024 છે.
જેને ધ્યાનમાં લઈને ઈ-કે.વાય.સી કરાવવા તમામ રેશનકાર્ડ ધારક નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે તા.17/11/2024 ને રવિવારે સવારે 9:00થી 11:00 સુધી E-KYC (ઇ-કેવાયસી) ની:શુલ્ક કેમ્પનું આયોજન પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની ઓફીસ રાજનગર ચોક,અમૃત સ્ક્વેર, નાનામવા રોડ, ત્રીજા માળે કરવામાં આવેલ છે. જેના માટે જરૂરી ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવું.
તેના માટે રેશન કાર્ડ, બધાના આધારકાર્ડ, રેશનકાર્ડમાં જેટલાના નામ હોય તે વ્યક્તિઓએ હાજર રહેવું. વિશેષ ઘટતી માહિતી માટે આ વિભાગની કામગીરી સંભાળતા હસુભાઈ પટેલ મો.9106175735 નો સંપર્ક કરવો.